વિદેશથી સમર્થન મળતા સરકારના ટેકામાં અજય-અક્ષયે આપી પ્રતિક્રિયા

New Delhi: Actor Ajay Devgn during a programme organised to promote his upcoming film "RAID" in New Delhi, on March 10, 2018. (Photo: Amlan Paliwal/IANS)

 

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ પ્રેમી કાર્યકર ગ્રેટા થેનબર્ગ દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યા બાદ બોલીવૂડ સુપરસ્ટાર અજય દેવગણ અને અક્ષય કુમાર બંનેએ પ્રતિક્રિયા આપી હતી. અજય દેવગણે તેના ચાહકો અને લોકોને અપીલ કરી છે કે ભારત અથવા ભારતીય નીતિઓ સામે દોષી બનાવવામાં આવી રહેલા આ ખોટા પ્રચારમાં ન આવો. આ સાથે જ અક્ષય કુમારે ટ્વીટ કર્યું છે કે આપણી વચ્ચે અંતર સર્જતા અવાજો પર ધ્યાન ન આપો. આ ટ્વીટ્સ બાદ બોલીવુડ સ્ટાર્સ પણ જેવા હેશટેગ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

પોતાના ટ્વિટમાં અજય દેવગણે કહ્યું, ભારત કે ભારતીય નીતિઓ વિરુદ્ધ તૈયાર કરવામાં આવી રહેલા આ ખોટા પ્રચારમાં ન આવો. તે મહત્ત્વપૂર્ણ છે કે આ સમયમાં આપણે સાથે ઊભા રહીએ. બીજી તરફ અક્ષય કુમારે વિદેશ મંત્રાલયના નિવેદનની રીટવીટ કરતા કહ્યું કે, કિસાન આપણા દેશનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે. અને તેમની સમસ્યા હલ કરવાના પ્રયત્નો પણ સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં અંતર બનાવતી વસ્તુઓ પર ધ્યાન કેનિ્દ્રત કરવાને બદલે એકબીજા સાથે સમાધાન કરીને એકબીજાને ટેકો આપો.

અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ વિદેશ મંત્રાલયના નિવેદનને રિટ્વીટ કરીને ટિવટ કર્યું હતું કે આપણે કોઈ પણ વાતની આખી બાજુ જોવી જોઈએ કારણ કે અડધી માહિતીથી ખતરનાક બીજું કંઈ નથી. અનુપમ ખેર ટ્વિટ કર્યું છે, આપણા દેશની આંતરિક બાબતોમાં દખલ કરનારા કેટલાક વિદેશી લોકો માટે આ શેર છે  રિંધે ખરાબ ખાલ જાહિદ ના છેડ તું, તુઝકો પરાઈ ક્યાં પડી અપની નબેડ તું.

બોલીવૂડના આ બધા સ્ટાર વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સેલિબ્રિટીઝને કોઈ પણ વિષય પર ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ કે તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી.

ખેડૂત વિરોધ પ્રદર્શનને બે મહિનાથી વધુનો સમય વીતી ચૂક્યો છે. ખેડૂત અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદા અંગે કોઈ વાત થઈ નથી. સરકાર પીછેહઠ કરવા તૈયાર નથી. તે જ સમયે ખેડૂતોનું કહેવું છે કે તેઓ તેમના હક લેવાનું ચાલુ રાખશે. હિમાંશી ખુરાના, સોનુ સૂદ, દિલજીત દોસાંઝ, સ્વરા ભાસ્કર સહિત અનેક હસ્તીઓ આ આંદોલનને સમર્થન આપી રહી છે. પરંતુ સોમવારે આ મામલે કેટલીક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ટ્વીટ કર્યું હતું, જેના પછી બોલિવૂડ સ્ટાર્સ એકતા સાથે ભારતની સાથે ઉભા જોવા મળે છે. પોપ સિંગર રિહાનાએ ખેડૂતના સમર્થનમાં ટ્વીટમાં પૂછ્યું, ત્યારબાદ કંગના રાનાઉતે તેમને ટ્વિટર પર ઘણી ખરી ખોટી સંભળાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here