વિકાસને વેગ આપવા વધુ પગલાંઓ ભરવાનો RBI ગવર્નરનો સંકેત

 

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે ઉદ્યોગજગતને ખાતરી આપી હતી કે મધ્યસ્થ બેંક આથિર્ક સ્થિતી પર બારીક નજર રાખે છે અને યોગ્ય પગલાંઓ લેતા અચકાશે નહીં, જ્યારે તેમણે કોવિડ-૧૯થી અસરગ્રસ્ત બનેલ વિકાસને વેગ આપવા માટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રોકાણ કરવા પર ભાર મૂક્યો હતો.

ઉદ્યોગ ચેમ્બર સીઆઇઆઇના સભ્યોને સંબોધન કરતા દાસે જણાવ્યું હતું કે કેટલાક ટાર્ગેટ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને વધુ વેગ આપવાથી અથતંત્રને વેગ મળી શકે છે જેવું ભૂતકાળમાં ગોલ્ડન ક્વોડ્રિલેટર પ્રોજેકટમાં કરવામાં આવ્યું હતું. આ ઉત્તર-દિક્ષણ અને પૂર્વ-પશ્ચિમ એક્સપ્રેસ હાઇવેના કેસમાં કરી શકાય છે અને આનાથી અર્થતંત્રને લાભ થઇ શકે છે. આપણા માળખાકીય રોકાણો માટે બંને જાહેર અને ખાનગી રોકાણો મહત્ત્વના છે એ મુજબ તેમણે જણાવ્યું હતું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણના વિકલ્પો અંગે તેમણે જણાવ્યું હતું કે આમાં બેન્કો દ્વારા અપાયેલ ધિરાણોમાં એનપીએનું પ્રમાણ વધારે રહ્યું છે અને આ સેકટરને ભંડોળો પુરા પાડવા માટે વૈવિધ્યપૂર્ણ વિકલ્પોની જરૂર છે. હું તમને ખાતરી આપી શકું છું કે આરબીઆઇ અત્યંત જાગૃત છે. અને જ્યારે જેવા પગલાંઓની જરૂર પડશે તો તે ભરતા અમે અચકાઇશું નહીં. તમે જાણો છો કે આરબીઆઇ કઇ રીતે હસ્તક્ષેપ કરે છે. 

તાજેતરમાં કૃષિ ક્ષેત્ર માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની સરાહના કરતા દાસે કહ્યું હતું કે આ પહેલને કારણે ઉદ્યોગો અને વેપાર માટે તકોનું આખું વિશ્વ ઉભું થઇ ગયું છે અને નવી રોજગારીના સર્જન સાથે ખેડૂતોની આવક પણ વધી છે. લાંબા સમયથી માહિતી અને સંદેશવ્યવહાર ટેકનોલોજીનું ક્ષેત્ર ભારતના વિકાસ માટે ઘણું મહત્ત્વનું રહ્યું છે. આપણા અર્થતંત્રમાં ફેરફારો ઉદ્યોગ જગત માટે પડકારોની સાથે તક પણ ઉભી કરે છે અને એક શાંત ક્રાંતિ સર્જવામાં ઉદ્યોગજગતે મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે એ મુજબ તેમણે જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here