વાંકાનેરનો મચ્છુ ડેમ નં.-૧ ઓવર ફ્લો થયો

 

વાંકાનેર પંથકની જીવાદોરી સમાન ૪૯ ફુટની ઊંચાઈ ધરાવતો મચ્છુ ડેમ જાલસિકા પાસે બે કુદરતી ડુંગરા વચ્ચાળે વાંકાનેરના રાજવી અમરસિંહજી ઝાલાએ ૧૦૦ વર્ષ અગાઉ નેચરલ બેધાર વચ્ચે દિવાલ બનાવીને બનાવ્યો હતો. સતત ઉપરવાસમાં અનરાધાર વરસાદ થતા સખત મજબૂત મચ્છુ ડેમ નં.-૧ ૨૯મી સપ્ટેમ્બરે ઓવરફ્લો થયો હતો.  આ ડેમ અડધાથી એક ફૂટ ઓવરફ્લો થયો હતો. તેનો નઝારો જોવા લોકો ઉમટી પડ્યા હતા. ડેમ છલકાય જતા  આ વિસ્તારના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here