વલસાડના સામાિજક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું સન્માન કરાયું

વલસાડઃ વલસાડના પારડી સાંઢપોરના શિક્ષિકા, કપરાડા, સંજાણના સીઆરસી કો.ઓર્ડિનેટર અને વલસાડના સામાજિક કાર્યકરની કામગીરીને બિરદાવાઇ વલસાડ જિલ્લામાં શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે સેવા કરી માનવતાની મહેક પ્રસરાવનાર ચાર સેવાભાવી વ્યક્તિઓનું ગોવાના મડગાવ સ્થિત શ્રી ચૈતન્ય સેવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સામાજિક કાર્યક્ષેત્રે ઉત્તમ કામ કરતા વ્યક્તિ વિશેષને છેલ્લા ૨૫ વર્ષથી આ સંસ્થા સન્માનિત કરી રહી છે. જેમાં આ વર્ષ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાંથી કુલ ૨૯ જેટલા શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક કાર્યમાં જેમણે ઉત્તમ સેવા આપી હોય એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વલસાડ તાલુકાના પારડી સાંઢપોર પ્રા.શાળાના શિક્ષિકા મેઘા પાંડે કે, જેઓએ કોરોના દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ કામગીરી કરી હતી અને નેશનલ કક્ષાએ પાવર લિફ્ટીંગમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉમરગામ તાલુકાના સંજાણ કેન્દ્રના સીઆરસી કો-ઓર્ડિનેટર સોનલબહેન દેસાઈ દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થિઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી નેશનલ કક્ષાએ તરણ સ્પર્ધામાં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. કપરાડા તાલુકાના ખરેડી સીઆરસી કેન્દ્રના કો-ઓર્ડિનેટર કૃણાલભાઈ પટેલ પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન રહ્યા હતા તેમજ કોરોનાકાળ દરમિયાન બાયસેગના માધ્યમથી ઓનલાઈન શિક્ષણકાર્ય થકી વિદ્યાર્થીઓને પ્રેરણા, હુંફ અને પ્રોત્સાહન થકી શિક્ષણ પુરૂ પાડ્યંુ હતુ. વલસાડના સામાજિક કાર્યકર પ્રજ્ઞેશભાઈ પાંડે કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી ફ્રી મેડિકલ વિતરણ, ગરીબ દર્દીઓને ધાબળા વિતરણ, ફુથપાથ પરના નિરાધારને ૧૫૦૦૦ જેટલા ફુડ પેકેટ વિતરણ કર્યા છે. આ તમામ સામાજિક, શૈક્ષણિક સેવાભાવીઓનું સન્માન મડગાવ ધારાસભ્ય, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત અને ગોવા રાજ્યસભા સાંસદ વિનયભાઈ તેંડુલકાજીની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here