વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડાયરેક્ટરની અપીલ પર મસ્કએ તૈયારી દર્શાવી

 

 

યુએનઃ દુનિયામાં આતંકવાદ સહિત ગરીબી, ભૂખમરો પણ એક પ્રાથમિક અને ચિંતાજનકે સમસ્યા છે. આ મામલે યુનાટેડ નેશન્સ સહિત દુનિયાની અનેક સંસ્થાઓ વિવિધ પ્રોગ્રામ ચલાવે છે. ભૂખમરાની વાત કરીએ તો, વિશ્વના અનેક ગરીબ દેશોમાં વર્ષે લાખો લોકો પોષણયુક્ત ખોરાકના અભાવે મૃત્યુ પામે છે. આ માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડાયરેક્ટરે થોડા દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે,  ‘ઈલોન મસ્કની સંપત્તિનો બે ટકા હિસ્સો દુનિયામાંથી ભૂખમરો નાબૂદ કરી શકે છે.’ હવે, આ મામલે ઈલોન મસ્કની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કએ કહ્યું કે, ‘જો ૬ બિલિયન ડોલરથી દુનિયામાં ભૂખમરાની સમસ્યાનો હલ આવતી હોય તો હું તેટલા પૈસા આપવા તૈયાર છું.’ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિકટ પ્રશ્નના સોલ્યુશન માટે દાન આપવાની તૈયારી દર્શાવી હતી. મસ્કની કુલ સંપત્તિ અત્યારે ૩૧૧ બિલિયન ડોલરથી વધુ છે અને તે આ મામલે મદદ કરવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે.

અત્યારે આફ્રિકન દેશો ઉપરાંત અફઘાનિસ્તાનના લાખો બાળકો લાચાર છે અને ભૂખમરાના કારણે તેમની પર મોતનો ખતરો તોળાઈ રહ્યો છે. વિશ્વભરમાં ૬ બિલિયન ડોલરથી ભૂખમરો દૂર થઈ શકે તે શક્ય નથી. પરંતુ, તેનાથી ઘણા બધા પ્રોબ્લેમ અને માઈગ્રેશન ઈસ્યુ હલ થઈ શકે છે. ઈલોન મસ્કે વધુમાં ઉમેર્યું હતું કે, આ પૈસા આપવામાં મને કોઈ વાંધો નથી પરંતુ તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તે લોકોને ખબર હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here