વડા પ્રધાન પદે ૬ વર્ષમાં નરેન્દ્ર મોદીએ માત્ર ૨૨ વખત સંસદમાં સંબોધન કર્યું

 

નવી દિલ્હીઃ ૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત વડા પ્રધાન બનીને સંસદ ભવન પહોંચ્યા ત્યારે તેમણે સંસદની સીડીઓ પર માથું ટેકવીને લોકતંત્રના મંદિર પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું. જો કે, ૬ વર્ષમાં હવે એ સામે આવ્યું છે કે ભારતના કોઇ વડા પ્રધાને સંસદની એટલી ઉપેક્ષા નથી કરી જેટલી મોદીએ કરી છે. અહેવાલ અનુસાર, સંસદમાં મોદીએ એક વર્ષની અંદર સરેરાશ ૩.૭ વખત પોતાની વાત રાખી એટલે કે વડા પ્રધાન રહેતા ૬ વર્ષના કાર્યકાળમાં મોદીએ સંસદને માત્ર ૨૨ વખત સંબોધન કર્યું. જો કે તેઓ બીજી વાર ભારતનાં વડા પ્રધાન તરીકે ચૂંટાઈને આવ્યા અને વારાણસીથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. એચ.ડી. દેવગૌડા માત્ર બે વર્ષ વડા પ્રધાન રહ્યા પરંતુ તેમણે મોદી કરતા વધારે વખત પોતાની વાત રાખી.

આ ઉપરાંત દિવંગત ભાજપ નેતા અટલ બિહારી વાજપેયીએ પોતાના ૬ વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ ૭૭ વખત સંસદને સંબોધન કર્યુ હતું. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ પોતાના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન ૪૮ વખત સંસદમાં પોતાની વાત રાખી હતી. એ વાત અલગ છે કે નરેન્દ્ર મોદીએ ૨૦૧૨માં મનમોહન સિંહને મૌન મોહન કહીને સંબોધ્યા હતા. નરેન્દ્ર મોદી સંસદના બદલે લોકો સાથે સીધો સંવાદ કરવામાં વિશ્વાસ કરે છે, પછી ભલે એ મન કી બાત હોય અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાવાનું હોય. તેમના સંદેશ આપવાની બંને બાબતોમાં એક વાત સમાન છે. મોદી એકતરફી સંદેશ આપવામાં માને છે જેનાથી સાંભળનાર કે વાંચનાર તેમને સીધો સવાલ ન કરી શકે.

મળેલ માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં લોકો સાથે સીધા સંવાદ કરવામાં માને છે તેઓ મન કી બાત દ્વારા પણ રાષ્ટ્ર સાથે જોડાયેલા રહે છે. તે સિવાય તેમણે એક વર્ષમાં ૧૧ વખત વટહુકમ બહાર પાડ્યો તો બીજી તરફ મનમોહન સિંહ સરકારમાં સામાન્ય રીતે ૬ વટહુકમો બહાર આવતા હતા. કુલ મળીને જોવા જઈએ તો અટલ બિહારી વાજપેયીએ છ વર્ષોમાં કુલ ૭૭ વખત સંસદને સંબોધિત કર્યું હતું. મનમોહન સિંહે દસ વર્ષોમાં ૪૮ વખત સંસદને સંબોધિત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here