વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણીપંચ પહોંચ્યાં મમતા બેનરજી

 

કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાંગલાદેશ પ્રવાસ દરમ્યાન તેમના ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરમાં જવા મામલે તૃણમૂલ કોંગ્રેસે આખરે ચૂંટણીપંચમાં સત્તાવાર ફરિયાદ કરી છે. ટીએમસીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. તૃણમૂલે વડાપ્રધાન સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસે એવો મુદ્દો  ઉઠાવ્યો હતો કે વડાપ્રધાન મોદી પોતાની સાથે પશ્ચિમ બંગાળના સાંસદ શાંતનુ ઠાકુરને લઈ ગયા હતા જે કોઈ પણ સરકારી પદ પર નથી અને બાંગલાદેશમાં મંદિરોની મુલાકાત લેવાનો એકમાત્ર હેતુ મતદાતાઓને પ્રભાવિત કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ૨૬ માર્ચે બે દિવસની બાંગલાદેશ યાત્રાએ પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે મતુઆ સમુદાયના મંદિર ઓરાકાંડીની મુલાકાત પણ લીધી હતી. એટલું જ નહીં, પીએમ મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશ્ચંદ્ર ઠાકુરના જન્મસ્થળે પણ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાય રાજકીય રીતે મહત્ત્વના છે અને માનવામાં આવી રહ્યું છે કે ૫૦થી ૭૦ વિધાનસભા બેઠક પર જીત-હાર નક્કી કરવામાં તેમની ભૂમિકા હોય છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

ભાજપે બંગાળમાં આટલી સીટ જીતવાનો કર્યો દાવો, મમતા બેનરજીને આપ્યો જવાબ

જયનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે બંગાળમાં ભાજપની લહેર છે અને પાર્ટી ૨૦૦થી વધુ સીટો જીતશે. તેમણે જયનગરમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં શાંતિપૂર્ણ અને રેકોર્ડ મતદાનમાં લોકોએ ભાજપનું ભારે સમર્થન કર્યું છે. 

મોદીએ કહ્યું કે, થોડા સપ્તાહ સુધી બંગાળના લોકો કહી રહ્યા હતા કે ભાજપ આ વખતે ૨૦૦ સીટોને પાર જશે. પરંતુ પ્રથમ તબક્કામાં જે રીતે દમદાર શરૂઆત ભાજપે કરી છે, તેનાથી સ્પષ્ટ છે કે અવાજને ઈશ્વરનો પણ આશીર્વાદ મળી ગયો છે. બંગાળમાં ભાજપની જીતનો આંકડો ૨૦૦ને પાર પણ જશે. 

તેમણે આગળ કહ્યું કે, બીજા તબક્કામાં પણ લોકો મોટી સંખ્યામાં મતદાન મથક પહોંચી રહ્યાં છે. ચારે તરફ ભાજપની લહેર છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here