વડાપ્રધાન રાષ્ટ્રપતિને મળ્યાં , યુક્રેન કટોકટી અંગે ચર્ચા 

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી અને તેઓને યુક્રેનની કટોકટી તથા તે સંબંધે ભારતના પ્રયાસો વિષે તેઓને સવિસ્તાર માહિતી આપી હતી . 

વડાપ્રધાને યુક્રેનના પાડોશી દેશો ( રૂમાનિયા , નરેન્દ્ર મોદી મોલ્ડોવા , સ્લોવાકીયા , હંગેરી અને પોલેન્ડ ) પોલેન્ડમાં મોકલેલા ચાર મંત્રીઓ વિષે જાણકારી આપતાં યુક્રેનમાંથી ત્યાં પહોંચેલા ચાલી રહેલી ભારતીયોને સ્વદેશ પહોંચાડવાની કાર્યવાહી વિષે પણ માહિતી આપી હતી.

આ પૂર્વે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાને. જણાવ્યું હતું કે જો વિકાસશીલ દેશો કે પાડોશી દેશો પણ ભારતની સહાય માંગશે તો તે આપવા માટે ભારત તૈયાર જ છે .

ભારતે યુક્રેનમાં માનવતાની દ્રષ્ટિએ કેટલીક સહાય મોકલી છે . પરંતુ સૌથી ગંભીર પડકાર તો યુક્રેનના કેટલાક શહેરોમાં વણસી રહેલી પરિસ્થિતિનો છે , તેમ પણ વડાપ્રધાને રાષ્ટ્રપતિને જણાવ્યું હતું . 

આ પૈકી એક શહેર ખાર્કોવ છે જ્યાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા રહ્યા છે . ભારત સરકારે તેઓને સ્વદેશ લાવવાની સંકલિત યોજના તો ઘડી જ કાઢી છે પરંતુ ત્યાં સુધી તેઓને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા જણાવી દીધું છે 

ભારતે આ અભિયાન માટે જ્યોતિરાદિત્ય સિંધીયા , કીરેન રીજ્જુ , હરદીપસિંહ પુરી અને વી . કે . સિંહને નિયુક્ત કર્યા છે , જે સર્વવિદિત છે . 

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂમાનિયા અને સ્લોવાકિયાનો સંપર્ક સાધી તેઓએ ભારતીયોને આપેલી તથા તેમને સ્વદેશ પરત લઈ આવનારા મંત્રીઓને કરેલી સહાય માટે તેમનો આભાર માન્યો હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here