વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગેના સંપાદન રૂપે ‘સુવર્ણદિન’ પુસ્તકનું વિમોચન

 

અમદાવાદઃ નરેન્દ્રભાઈ મોદીઍ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તે ગુજરાત અને ભારત વર્ષ માટેસુવર્ણદિનમનાવવો જોઈઍ. કોઈ લેખક વિવેચક નરેન્દ્રભાઈ વિશે લખે ઍને બદલે ગિરીશભાઈ શર્મા જેવા કાર્યકર પુસ્તક લખે ખૂબ અગત્યનું છે. કારણ કે ઍમના લખાણથી પુસ્તક ખૂબ ભાવવાહી પુસ્તક બની રહેશે. ઉપરોક્ત શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગો રૂપેસુવર્ણદિનપુસ્તક વિમોચન પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાઍ ઉચ્ચાર્યા હતા

અતિથિવિશેષ ભાગ્યેશભાઈ જ્હાઍસુવર્ણદિનની વ્યાખ્યા કરતા કહ્નાં કે, પુસ્તકનું શિર્ષક સુવર્ણદિન અનેક પરિમાણોથી મૂલવતા શ્રેષ્ઠ છે. અદ્ભૂત છે! સુવર્ણની વારંવાર અગ્નિપરીક્ષા થાય છે. પરંતુ પ્રત્યેક વખતે તે વધુને વધુ પરિશુદ્ધ અને પવિત્ર થઈ પ્રગટ થાય છે. શિર્ષક કોઈ સામાન્ય શિર્ષક નથી. આજથીસુવર્ણદિનના સુવર્ણ દિવસો પ્રારંભ થઈ રહ્ના છે. ભાગ્યેશભાઈ પુસ્તકના સંપાદક ગિરીશભાઈ સાથેના શાખાના સંસ્મરણોનો લાગણીસભર રજૂ કર્યા હતા

સુવર્ણદિન પુસ્તકના સંપાદક અને અગ્રણી સામાજિક કાર્યકર ગરીશભાઈ શર્માઍ જણાવ્યું કે, મારૂં સદ્ભાગ્ય છે કે મને નરેન્દ્રભાઈ સાથે પાંચ વર્ષ સુધી કાર્ય કરવાની તક મળી છે. ‘સુવર્ણદિનમાં નરેન્દ્રભાઈની કાર્યકર્તા અને ઍના પરિવાર સાથેના આત્મીય સંબંધો, કાર્યકર્તાના જીવનના વિકાસ સંસ્કાર અને ઘડતરની ચિંતા અને ચિંતન કરતા પ્રસંગોનું આલેખન થયું છે. નરેન્દ્રભાઈ ઍટલે આત્મીયતા, પ્રચંડ, આત્મવિશ્વાસ અને અણથક પરિશ્રમનું મૂર્તિમંત સ્વરૂપ! ગઈકાલ સુધી જે વ્યક્તિ અધિકૃત સરપંચ પણ હતા ઍમના પર પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી પક્ષે ગુજરાત જેવા રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી આપી! નરેન્દ્રભાઈ પોતાના શ્રેષ્ઠ કતૃત્વથી પોતાને વિશ્વનેતાની કક્ષામાં સ્થાપિત કરેલ છે. મા ભારતી અપારશક્તિ આપે જેથી તેઓ ભારતને વિશ્વગુરૂના પદે સ્થાપિત કરવામાં નિમિત બને

પ્રસંગે પૂર્વમંત્રી અરવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, ઝેડ કેડ પબ્લિકેશનના મનિષ પટેલ, જાણીતા સાહિત્યકાર કેશુભાઈ દેસાઈ, રાધવજી માધડ, સુરેશભાઈ પટેલ, જય ઓઝા, કામધેનુ યુનિવર્સિટીના પૂર્વ વી. સી. વાટલિયા, નિવૃત્ત જીપીઍસસી સભ્ય જે. જે. શિયાણી, અંજની કુરિયરના ચેરમેન લીલાભાઈ શિયાણી, ભરત જેન સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમ માટે જાણીતા સાહિત્યકાર ગુણવંતભાઈ શાહ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન નિસર્ગ આહિરે સુંદર રીતે કર્યું હતું. આભારવિધિ પાર્થ શર્માઍ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here