વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ કરી રહયા છે..જેમાં અનેક નવા , શિક્ષિત, યુવા  અને અનુભવી  વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે…

 

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કરી રહ્યા છે. જેની જાહેરાત આવતીકાલે વિધિવત રીતે કરવામાં આવે એવી શક્યતા છે. ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તરપ્રદેશ એ દેશનું સૌથી મોટું અને મહત્વનું રાજ્ય છે. માનવામાં આવી રહ્યું છેકે, ઉત્તરપ્રદેશની 4 કે 5 અને બિહારની 3 વ્યક્તિઓને પ્રધાનમંડળમાં સ્થાન મળે એવો સંભવ છે. ઉત્તરપ્રદેશમાં સરકારના સહયોગીદળ અપના દળના અનુપ્રિયા પટેલ , તો ભાજપના યુપીના કવોટામાંથી  યુવા સાંસદ વરુણ ગાંધીને સ્થાન અપાય એવું શક્ય છે. ઉત્તરપ્રદેશની દરેક મહત્વની જાતિના પ્રતિનિધિને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે. બિહારના જેડીયુ પક્ષમાંથી 2 કે 3 જણાને પ્રધાન બનાવવવામાં આવે તેવી વાતો ચર્ચાઈ રહી છે. એલજેપીના રામવિલાસ પાસવાનનું નિધન થયા બાદ તેમના પક્ષ માંથી કોઈને કેબિનેટમાં લેવાય એ પણ  શક્ય છે. રામવિલાસ પાસવાનના ભાઈને કે અન્યને પ્રધાન બનાવવામાં આવશે. આગામી વિધાનસભાની તેમજ લોકસભાની ચૂંટણીનો ખ્યાલ રાખીને , તેમજ રાજ્યના દરેક કોમના નેતાને કેબિનેટમાં સ્થાન આપવાને પ્રયાસ કરાશે તેમજ પ્રધાનમંડળને સક્ષમ અને કાર્યદક્ષ બનાવવા માટે કેટલાક પ્રતિભાસંપન્ન માણસોને પણ લેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાનમંડળમાં કુલ 81 પ્રધાનો હોઈ શકે છે, અને હાલમાં 28 જગ્યા ખાલી પડી છે. જો કે આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિંયાને તે પ્રધાનમંડળમાં  અવશ્ય  સ્થાન મળશે એ નિર્વિવાદ  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here