વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે થયેલી વર્ચ્યુઅલ સમિટમાં  બન્ને દેશો વચ્ચે રક્ષા અને ટેકનોલોજી સંબંધિત સાત કરારો કરવામાં આવ્યા અને બે ઘોષણાઓ કરવામાં આવી…

 

ઓસ્ટ્રેલિયા- ભારતના વડાઓ વચ્ચે થયેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન પરસ્પર બન્ને દેશો વચ્ચે રક્ષા અને ટેકનોલોજી સંબંધિત સાત સમજૂતી કરવામાં આવી હતી. સાઈબર, માઈનિંગ, ક્રિટિકલ્સ મિનિરલ્સ, મ્યુચ્યુઅલ લોજિકલ સપોર્ટ ડિફેન્સ સાયન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગવર્નેસ રિફોર્મ , વોકેશનલ એજયુ કેશન – ટ્રેનિંગ સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ બાબત હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણા નાગરિકોની અપેક્ષાઓ વધી રહી છે. હાલના સંજોગોમાં અલગ અલગ રીતે લોકશાહી વ્યવસ્થાને નિર્બળ બનાવવાના પ્રયાષો થઈ રહ્યા છે ત્યારે આપણે પરસ્પરના સંબંધો મજબૂત કરવા જોઈએ. આ માત્ર બે દેશ પૂરતી વાત નથી, પરંતુ સમગ્ર ઈન્ડો- પેસિફિક ક્ષેત્રની જરૂરિયાત છે. દુનિયાએ કોરોનાના સંકટમાથી ઉગરવા માટે કો- ઓર્ડિનેટિવ એપ્રોચની જરૂર છે. ભારત આ સંકટના સમયને અવસર તરીકે જોઈ રહ્યું છે. અમે મોટા સ્તર પર સુધારણાની શરૂઆત કરી રહ્યા છીએ. બહુ જલ્દીથી એના પરિણામો આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here