વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલે કરશે – ભારતકી બાત, સબ કે સાથ ..

0
805
Reuters

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી એપ્રિલના બીજા સપ્તાહમાં યોજાનારી કોમનવેલ્થ શિખર પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા છે. તેઓ 18 એપ્રિલે લંડનમાં ભારત કી બાત, સબકે સાથ નામક પરિસંવાદમાં સંબોધન કરશે. ભાજપના વિદેશખાતાના પ્રવક્તા વિજય ચૌથાઈવાળાએ ટવીટ કરીને આ માહિતી આપી હતી. લંડનમાં એક અનોખા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત, નરેન્દ્ર મોદી સાથે લાઈવ વાતચીત થઈ શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં નિશુલ્ક પ્રવેશ મળી શકશે.  આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિએ પોતાના વિષે જરૂરી માહિતી આપવી પડશે. આ કાર્યક્રમની સફળતા માટો આયોજકો બહુ આશાવાદી છે. કોમનવેલ્થ દ્વારા વિવિધ રાષ્ટ્રોના વડાઓનું દ્વિવાર્ષિક શિખર સંમેલન લંડન ખાતે 16 થી 20 એપ્રિલ સુધી યોજવામાં આવી રહ્યું છે. આ શિખર સંમેલનમાં આશરે 53 દેશોનાં વડાઓ ભાગ લેશે. જેમાં રાષ્ટ્રના વિકાસ માટેની તકો અને પડકારો ,લોકતંત્ર તેમજ શાંતિ – સમૃધ્ધિ મેળવવાના માર્ગ બાબત ચર્ચા- વિચારણા કરવામાં આવશે. આ અગાઉ 1997માં બ્રિટને રાષ્ટ્રકૂળના દેશોની શિખર પરિષદનું યજમાનપદ સંભાળ્યું હતું. આ વખતે બ્રિટન કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મિટિંગ (ચોગમ) -2018ના પ્રમુખપદે કાર્યભાર સંભાળશે. આગામી 2020ના વષૅ સુધી બ્રિટન એના પ્રમુખપદના સૂત્રો પોતાને હસ્તક રાખશે. આ શિખર સંમેલનમાં પર્યાવરણ, જળ- વાયુ પરિવર્તન, કાનૂન આધારિત વ્યવસ્થા, સાઈબર સુરક્ષા  વગેરે વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here