વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ મિશન લાઇફનું લોન્ચિગ કર્યુ

PM and the Secretary General of the United Nations, Mr. Antonio Guterres at the launch of the Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat on October 20, 2022.

 

નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ ઍકતાનગર (કેવડિયા)માં લાઈફસ્ટાઈલ ફોર ઍન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિગ કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્ના હોય ઍવી આ પ્રથમ ઘટના છે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ સંબોધનમાં જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ સામે વિશ્વભરની યુનિટી જરૂરી છે. ભારત ક્લાઇમેટ ચેઇન્જ જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ આવીને કાર્ય કરી રહ્નાં છે. આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્ના છે.

નર્મદા જિલ્લાના ઍકતા નગરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી ઍસ. જયશંકર અને મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ઍન્ડ કોર્પોરેશન ઓફ બોટસવાના ટુ ઇન્ડિયા ડો. લેમોગેંગ કવાપે મુલાકાત કરી હતી. આ તબક્કે વૈશ્વિક મુદ્દાઓને લઈને બંને વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

આ સાથે જ ૧૨૦ દેશના રાજદૂતો પણ ઍકતાનગરમાં ઉપસ્થિત રહ્નાં હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીના હસ્તે લોન્ચ થયેલી વૈશ્વિક પહેલ ‘પર્યાવરણ માટે જીવનશૈલી-LiFE ઝુંબેશ’માં ભારતના યોગદાન, પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ પર વર્ણન કરવાનું ચોક્કસ યોગ્ય લાગે. ભારતની સફળતા પર નજર કરીઍ તે પહેલા મિશન લાઈફ શું છે અને ભારતનું સ્થાન ક્યાં છે, પર્યાવરણના રક્ષણ-જાળવણી ક્ષેત્રે આપણે કેટલું આગવું સ્થાન ધરાવીઍ છીઍ, તેની ABCD જાણી લઈઍ. ગયા વર્ષે ગ્લાસગોમાં ૨૬મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP ૨૬) દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘વિવેકશીલ અને હેતુસર ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીઍ માનવ–કેન્દ્રિત, સામૂહિક પ્રયત્નો અને મજબૂત કાર્યવાહીનો ઉપયોગ કરીને આપણી પૃથ્વી દ્વારા જે પડકારોનો સામનો કરવામાં આવે છે તેના સમાધાન માટે સમયની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો જે ટકાઉ વિકાસને ઉત્તેજન આપે છે.

૧લી નવેમ્બર ૨૧ના રોજ ગ્લાસગોમાં COP ૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘પર્યાવરણ માટેની જીવનશૈલી (LiFE)ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને ઍક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા માટે હાકલ કરવામાં આવી હતી. LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે ઍકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. આવા લોકો જે આવી જીવનશૈલી જીવે છે, તેમને પ્રો–પ્લાનેટ પીપલ કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.

મિશન LiFE વર્ષ ૨૨-૨૩થી વર્ષ ૨૦૨૭-૨૮ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા ઍક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને ઍકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ભારતની અંદર વર્ષ-૨૦૨૮ સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા ૮૦ ટકા પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુઍનઈપી) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી ઍક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here