લોકસભામાં હંગામા પર સ્પીકર ઓમ બિરલાની મોટી કાર્યવાહી, કોંગ્રેસના ૭ સાંસદ સસ્પેન્ડ 

 

નવી દિલ્હીઃ સંસદમાં હંગામો અને ધક્કામુક્કીથી નારાજ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે લોકસભામાં કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. મહત્ત્વનું છે કે બંને ગૃહમાં વિપક્ષોના દિલ્હી હિંસા પર હંગામાને કારણે ગૃહ ચાલી શક્યું નથી. એના પર સ્પીકર ઓમ બિરલા નારાજ હતા. જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ સ્પીકરની ખુરસીની ખૂબ નજીક જઈને નારેબાજી કરી રહ્યા હતા અને પોસ્ટર દેખાડી રહ્યાં હતાં. 

કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં ગૌરવ ગોગોઈ, ટીએન પ્રથપન, ડીન કુરીકોસ, આર. અન્નીથન, મનિકમ ટૈગોર, બેની બેહન અને ગુરજિત સિંહ ઔજલાનાં નામ સામેલ છે. 

ગુરુવારે સવારે પીઠાસીન સભાપતિ ભર્તુહરિ મહતાબે ઓમ બિરલાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે ગૃહનાં કામકાજમાં વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે એનાથી લોકસભા-અધ્યક્ષ દુઃખી છે, આખો દેશ દુઃખી છે.’

મહતાબે કહ્યું હતું કે દિલ્હી તોફાનનો મુદ્દો છે, કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિનો મુદ્દો છે, એના પર ચર્ચા થાય, પરંતુ જે પ્રકારે ગૃહમાં વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે એનાથી કોઈને ફાયદો થવાનો નથી, તો સંસદી કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે મોટા ભાગના સાંસદો ઇચ્છે છે કે ગૃહની કાર્યવાહી ચાલે અને કેટલાક સભ્ય કાર્યવાહીમાં વિઘ્ન પાડી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here