લોકસભાની ચૂંટણી જીતવા  ભાજપ તૈયારી કરી રહયું છે..

0
794

દિલ્હીમાં ભાજપ આયોજિત મુખ્યપ્રધાનોની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. આગામી ચૂંટણી માટે વિપક્ષની મહાગઠબંધનની યોજનાને લક્ષમાં રાખીને ભાજપ પોતાની ચૂંટણી વિષયક રણનીતિમાંં કશી કસર છોડવા માગતું  નથી. નવી દિલ્હીમાં દીન દયાલ માર્ગ સ્થિત ભારતીય જનતા પક્ષના મુખ્ય કાર્યાલયમાં યોજાઈ રહેલી આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં યોજાય છે. વળી આ વરસના અંતે મધ્યપ્રદેશ, છત્તીસગઢ , રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ ચૂંટણીના પરિણામોની અસર 2019ની લોકસભાની ચૂંટણીમાં અવશ્ય પડવાની છે. આ વાત ભાજપના સુજ્ઞ નેતાઓ સારી રીતે જાણે છે. લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને થનારા પ્રચાર- કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવા, ચૂંટણીની રણનીતિ , ગઠબંધનની નીતિ આદિ  અનેક પાસાઓ પર વ્યાપકસ્તરે ચર્ચા કરાશે .

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને વિનંતી કરી હતી કે, તેઓ પોતાના રાજ્યની જનતા સમક્ષ સરકારની સિધ્ધિઓ વિષે વિગતવાર વાત કરે. જનતાના કલ્યાણ માટે સરકારે આરંભેલી જન- કલ્યાણની પ્રવૃત્તિઓ  તેમજ યોજનાઓથી જનતાને વાકેફ કરે.

આ વરસના અંતે જે જે રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે તે રાજ્યોમાં ભારતીય જનતા પક્ષ તરફથી અલગ રીતે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. એવું જાણવા મળ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વગેરે રાજ્યોમાં ભાજપની સરકાર છે, આમ છતાં પ્રજાનો મોટો વર્ગ એવું માની રહયો છેકે સરકારે પ્રજાના વિકાસ માટે જરૂરી પગલાં લીધા નથી . આથી નારાજ પ્રજા ચૂંટણીમાં ભાજપથી વિમુખ ના થઈ જાય અને ભાજપ મતબેન્ક ગુમાવી ના બેસે તે અંગે ભાજપના અગ્રણી  નેતાઓ ચિંતા કરી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here