લદાખમાં એલઓસીની આસપાસનો 1,000 ચો. કિલોમીટરનો ભૂમિ- વિસ્તાર ચીનના સૈન્યે પચાવી પાડ્યો ….

 

    લદાખમાં એલઓસીની આસપાસનો આશરે એક હજાર ચોરસ કિલોમીટરનો ભારતીય વિસ્તાર પર ચીનના સૈન્યનો કબ્જો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ચીન આશરે મે મહિનાથી એલઓસીની આસપાસ પોતાની લશ્કરી તાકાત વધારવાના અવનવા પ્રયાસો કરતું રહ્યું છે. ગત 15મી જૂને ગલવામ ઘાટીમાં ચીન અને ભારતના સૈન્ય વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 જેટલા સૈનિકો શહીદ થયા હતા. એક ઉચ્ચ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, ડેસ્પાંગના મેદાનથી યુસુલ સુધીમાં એલઓસીની  આજુબાજુ ચીનના લશ્કરની પધ્ધતિસરની હેરફેર થઈ રહી છે. આ ઉપરાંત ગલવાન ઘાટીમાં  20 ચોરસ કિલમીટર અને હોટ સ્પ્રીંગ વિસ્તારમાં 12 ચોરસ કિલોમીટર વિસ્તાર પર ચીનના સૈનિકોઅ કબ્જો જમાવી દીધો છે. ચીન પહેલેથી જ વિસ્તારવાદી મનસૂબા ધરાવતું રાષ્ટ્ર છે. ખાસ કરીને ભારત- ચીનની સરહદે પર ચીને ભારતીય સરહદોમાં ઘુસણખોરી કરીને ભારતની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. ચીનની મુરાદ હંમેશા મેલી રહી છે. ચીનની લશ્કરી હિલચાલ પર ભારતનું સૈન્ય ચાંપતી નજર રાખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here