લગ્નની વાત આવે ત્યારે એચ-વનબી વિઝા, એફ-1 વિઝાધારકોની દ્વિધા

 

ન્યુ યોર્કઃ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે એચ-વનબી વિઝા, એફ-1 વિઝાધારકો દ્વિધા અનુભવે છે. એચ-વનબી વિઝાધારકોને જે મૂંઝવણ થઈ રહી છે તેને લગતા સમાચારો ભારત અને અમેરિકામાં વિવિધ અખબારોની હેડલાઇન બન્યા હતા, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્રે એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીઓને, તેઓના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (ઇએડી), વર્ક પરમિટ પાછી લેવા માટે ‘નેક્સ્ટ એક્ઝિટ’ની આડકતરી નિશાની દર્શાવી છે.
પ્રેસિડન્ટ બરાક ઓબામાના એડમિનિસ્ટ્રેશન એક્ઝિક્યુટિવ ઓર્ડર અંતર્ગત (અને તેઓના પતિઓ) વર્ક ઓથોરાઇઝેશન મેળવનારા એચ-4 જીવનસાથી (અને તેઓનો એચ-4 વિઝા સ્ટેટસ એચ-1બી મેટ્રોમોનીમાં પરિવર્તિત કરનારા અને હવે કામ કરી રહેલા) ‘અનિશ્ચિત’ ભાવિ સાથે જીવન પસાર કરી રહ્યા છે.
અમેરિકામાં વર્ક વિઝા પર કામ કરતાં પોતાનાં પુત્રો-પુત્રીઓનાં લગ્ન કરવા ઇચ્છતા વાલીઓ ખૂબ જ ઉત્તેજિત હોય છે, પરંતુ તેમને ઘણી વાર ખ્યાલ હોતો નથી કે શા માટે આવા માસ્ટર્સ ડિગ્રી-પીએચ.ડી. ડિગ્રી જેવા ઉચ્ચ શિક્ષણ મેળવનારાં છોકરાઓ-છોકરીઓ લગ્ન કરી શકતાં નથી.
એક ઉદાહરણ જોઈએ. એચ-વનબી વિઝા પર આવેલી યુવતીઓ લગ્ન કરવા માગતી હોય છે અને જો તે એચ-વનબી યુવક સાથે લગ્ન કરે, તો નવવધૂનો દરજ્જો એચ-4 સ્ટેટસમાં પરિવર્તિત થશે, જેને અમેરિકામાં કાયદેસર કામ કરવાની મંજૂરી મળી શકશે નહિ. તેનો અર્થ એ કે તેણે પોતાની હજારો ડોલરની જોબ છોડવી પડશે અને ‘ઘરે બેસવું પડશે’ અને બે એરિયામાં આટલું બધું કમાતી કોઈ પણ યુવતી ફક્ત લગ્ન કરવા માટે પોતાની નોકરી છોડવા તૈયાર હોતી નથી.
કેટલાંક દંપતીઓ એચ-વનબી વિઝા પર હોય છે તેમનાં લગ્ન થયેલાં હોય છે અને તેઓ વ્યક્તિગત એચ-વનબી સ્ટેટસ જાળવે છે અને તેઓ ‘પતિ અને પત્ની’ તરીકે રહે છે, પણ તેઓનાં ટેક્સ રિટર્ન અલગ ભરે છે, અને તેઓ તેઓના ‘લગ્ન’નો દરજ્જો દર્શાવતાં નથી અને ‘સ્ટેટસ એડજસ્ટમેન્ટ’ ફોર્મ ફાઈલ કરતાં નથી.
યુએસસીઆઇએસ દ્વારા આવા કેટલાક કેસો ધ્યાનમાં આવ્યા છે અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા તાજેતરમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સ્ટેટસ અથવા એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફોર્મમાં બદલાવ માટે કોઈ પણ કાર્યવાહી કરતી વખતે મંજૂરી લેવાની જરૂર હોય છે. મંજૂરી લીધા વગર આમ કરવું તે યુએસસીઆઇએસ વિઝાના નિયમોના ભંગનો કેસ ગણાય છે, અને જો આમ કરતાં પકડાય છે તો તેઓને જીવનસાથી-પતિ-પત્નીને દેશનિકાલ કરવામાં આવે છે અથવા ફરીથી પ્રવેશ આપવાનો ઇનકાર કરાય છે.
જે યુવકો-યુવતીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) વિઝામાં પરિવર્તિત થાય છે અને તાત્કાલિક (એફ-1) સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએશન પર આધારિત વિઝા મેળવે છે, પરંતુ તેઓનો એચ-વનબી, અથવા એચ-વનબી-જીસી, અથવા જીસી સ્ટેટસ પર લગ્ન કરી શકતાં નથી, કારણ કે તેઓને એ અનિશ્ચિતતા અને ભય હોય છે કે તેમને પહેલી વાર કે બીજી વાર લોટરી સિસ્ટમમાં સફળતા મળશે કે નહિ અને એચ-1બી સ્ટેટસ મળશે કે નહિ.
ઓપીટી વિઝા સ્ટેટસ વિશેના ભય અને અનિશ્ચિતતાના કારણે પાત્રતા ધરાવતાં વર-વધૂને લગ્ન કરવા માટે ઓપીટીથી દૂર રાખે છે. આ સિવાય યુએસસીઆઇએસ વિઝા રિન્યુઅલને અઘરું બનાવી રહ્યું છે, જેના કારણે નોન-ઇમિગ્રન્ટ એચ-વનબી નવવધૂને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લગ્ન કરીને સરળતાથી જવાનું અઘરું બનશે, તેઓની નોકરી જવાનો ભય સતાવશે. આથી ટ્રાયસ્ટેટ એરિયામાં વસતી નવવધુઓ ટ્રાયસ્ટેટમાં રહેતા યુવકો સાથે લગ્ન કરવાનું અથવા બે એરિયામાં વસતા યુવકો બે એરિયામાં રહેતી યુવતીઓ સાથે લગ્ન કરવાનું પસંદ કરશે.
(સી) એફ-1 (સ્ટુડન્ટ વિઝા) પર વસતી યુવતીઓને ફરીથી આ સ્ટેટસ મળશે નહિ, કારણ ગ્રેજ્યુએશન પછી તેમને ઓપીટી વિઝા સ્ટેટસ મળશે અને તે લોટરી સિસ્ટમની અનિશ્ચિતતામાં ધકેલાઈ જશે.
(ડી) અમેરિકામાં જેઓ એલ-1 (ઇન્ટ્રા-કંપની ટ્રાન્સફર વિઝા) પર છે – દાખલા તરીકે ભારતમાં જીઇના કર્મચારી અમેરિકામાં જીઇમાં એલ-1 સ્ટેટસ પર સર્વિસમાં ટ્રાન્સફર થઈને અમેરિકા આવે છે. એલ-1 વિઝા નોન-ટ્રાન્સફરેબલ વર્ક વિઝા છે, સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી જે લોકો અમેરિકામાં એલ-1 વિઝા પર છે તેઓ પોતાનું સ્ટેટસ એચ-વનબી જેવી બીજી કેટેગરીમાં બદલાવશે નહિ.
(ઇ) જે-1 વિઝાને ‘વિઝિટર એક્સચેન્જ વિઝા’ તરીકે ઓળખવામાં આવે છે, જેની ત્રણ વર્ષ ‘શેલ્ફ લાઇફ’ હોય છે (કેટલાક કેસમાં છ વર્ષ સુધી લંબાવી શકાય છે), પરંતુ તેણે કેવિયેટ પ્રોવિઝન સાથે આવવું પડે છે કે આ પ્રકારના વિઝા મેળવનારે અમેરિકામાં ફરીથી પ્રવેશવા માટે ભારત અથવા કોઈ પણ અન્ય દેશમાં બે વર્ષના સમયગાળા માટે પાછું જવું પડશે.
અમેરિકામાં જે-1 વિઝા પર આવનારા ડોક્ટરોએ ગ્રીનકાર્ડ મેળવવું હોય તો તેમણે અમેરિકાની રૂરલ હોસ્પિટલોમાંકેટલાંક વર્ષ સેવા આપવી પડે છે. આ ઉપરાંત તેમણે ભારત સરકારનું (એનઓસી) ના-વાંધા પ્રમાણપત્ર મેળવવું પડે છે, જે તેઓને ભારત સરકારના ચાર મંત્રાલય ગૃહ-આરોગ્ય-એનઆરઆઇ-શિક્ષણ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે.
(એફ) નવવધૂઓ ભારતથી અમેરિકા આવવા તૈયાર હોય છે અને એચ-વનબી સ્ટેટસ પર રહેતા યુવકો સાથે લગ્ન કરે છે. તેમને ખબર હોય છે કે તેઓ એચ-4 વિઝા અંતર્ગત આવશે, જે કાયદેસર કામ કરવાની મંજૂરી આપતા નથી, આથી તેમને ઘેર બેસવાનો વારો આવશે. આથી ભારતમાં યુવતીઓ પણ અમેરિકામાં એચ-વનબી વિઝા ધરાવતા યુવકો સાથે લગ્ન કરવામાં દૂર ભાગશે.
(એચ) યુએસ સિટિઝન નવવધૂઓ ( અમેરિકામાં જન્મેલી-ઊછરેલી છોકરીઓ) એચ-વનબી વિઝા અને અન્ય વર્ક સંબંધિત વિઝા ધરાવતા યુવકથી લગ્ન કરવાથી સાવધ રહે છે.
(ષષ્ટિ શ્રીનિવાસન અમેરિકા અને કેનેડામાં વસતા હિન્દુ-શીખ નવવધૂઓને માર્ગદર્શન આપીને લગ્ન માટે સહાયરૂપ થાય છે.)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here