રેલ રોકો આંદોલનઃ ક્યાંક ખેડૂતોએ ચા પીવડાવી તો ક્યાંક પોલીસને હાર પહેરાવ્યો

 

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલન શરૂ થયાને હવે ત્રણ મહિના પૂરા થશે. એવામાં થોડા દિવસો પહેલા ખોડૂતોએ દિલ્હી બોર્ડર પરથી આંદોલન સમેટ્યું હતું. અચાનક અહીંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના વતન પરત ફરી રહ્યા હતા. શરૂઆતમાં એવો ભ્રમ થયો કે ખેડૂતોએ હવે આંદલોન સમેટી લીધુ છે. પણ પાછળથી તેમની સાથે વાતચીત કરતા ખબર પડી હતી કે તેઓ આંદલન પૂરૂં નથી કરી રહ્યા પણ તેઓ આ આંદલનને નવું સ્વરૂપ આપી રહ્યા છે. રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતો હવે દેશના ખૂણે ખૂણે આંદલન કરવાના છે. જેના ભાગરૂપે ખેડૂતોએ પંજાબ, હરિયાણામાં રેલ રોકો આંદોલન કર્યું હતું.

આ આંદોલન બપોરે ૧૨ વાગ્યે શરૂ થયું હતું અને સાંજનાં ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું. આંદોલનકારી ખેડુતો એક તરફ ભારત સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યા છે, તો તેઓ આંદોલનને ધાર આપવામાં પણ વ્યસ્ત છે. આજે સમગ્ર દેશમાં યુનાઇટેડ ખેડૂત મોરચા દ્વારા રેલ રોકો આંદોલન યોજવામાં આવ્યું હતું. આ આંદોલનની અસર અંબાલા, પટના, જમ્મુ-કાશ્મીર, પલવાલ અને રાંચીમાં જોવા મળી હતી. જયપુરમાં આંદોલનકારીઓ રેલ્વે ટ્રેક પર બેઠા હતા. જો કે સાવચેતીના પગલા રૂપે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બંધ રખાયા હતા.

ખેડૂતોનું રેલ રોકો આંદોલન પૂરું થયા બાદ રેલ્વેએ કહ્યું કે તેની ટ્રેનોના સંચાલન પર થોડી અસર પડી છે અને હવે તમામ ટ્રેનો સામાન્ય રીતે દોડી રહી છે. રેલ રોકો આંદલનની અસર રાજસ્થાનના છ જિલ્લામાં જોવા મળી હતી. દર્શનકારીઓએ રાજધાની જયપુર સહિત અલવર, બુંદી, કોટા, ચુરુ અને હનુમાનગઢમાં ટ્રેનો રોકી હતી. જયપુરના ગાંધીનગર સ્ટેશન પર વિરોધીઓ ટ્રેનના એન્જિન પર ચઢ્યા હતા. ખેડુતોના રેલ રોકો અભિયાનને કારણે ઉત્તર ઝોનમાં આશરે ૨૫ ટ્રેનોનું નિયમન કરવામાં આવ્યું છે. પ્રાદેશિક રેલ્વે પ્રવક્તા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે અત્યાર સુધી આ આંદોલનની રેલવે પર ઓછી અસર પડી છે. ટ્રેનોના નિયમનનો અર્થ એ છે કે તે કાં તો રદ કરવામાં આવી છે અથવા થોડા સમય માટે મોડી પડી છે અથવા તો તેમનો માર્ગ બદલી દેવામાં આવ્યો છે. જો કે ખેડૂતો નેતાઓએ તેમના સાથીઓને પહેલા જ સ્પષ્ટપણે કહી દીધું હતું કે આ આંદોલન શાંતિપૂર્ણ થશે. આ સિવાય આ એક આંદલન હોવા છતાં તેના દરમિયાન ટ્રેનના મુસાફરોને તકલીફ ન થાય એ બાબતનું ધ્યાન રાખીને ખેડૂતો દ્વારા રેલ મુસાફરો માટે પાણીની વ્યવસ્થા અને બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી હતી. હરિયાણામાં તો એક સ્થળે ખેડૂતોએ ગુડ્સ ટ્રેન એટલે કે માલગાડી રોકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here