રાષ્ટ્રીય સંસ્થા ‘બ્રાહ્મણ સંસાર’ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જયેશ વ્યાસની વરણી

 

રાજકોટઃ બ્રાહ્મણ સમાજની પ્રગતિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સામાજીક સંસ્થા બ્રાહ્મણ સંસાર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રામજી શુક્લા, દિલ્હી તથા રાષ્ટ્રીય સચિવ સુરેશ શર્માજી, જયપુરના પરામર્શ બાદ જયેશ વ્યાસને આ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, આ ઘોષણાથી સમાજના અનેક આગેવાનોએ આનંદની લાગણી વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી છે.

આ તકે નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ જયેશ વ્યાસે સહુનો આભાર માની જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ તરીકે આપણા પ્રમાણભૂત શાસ્ત્રો, વેદ, ઉપનિષદ અને પુરાણોનું પ્રાચીન કાળથી અધ્યયન અને અધ્યાપન દ્વારા આજના વર્તમાન સુધી પ્રવાહિત રાખવામાં બ્રાહ્મણ સમાજનું અમૂલ્ય યોગદાન છે. એ માટે તેમણે અનેક સંઘર્ષ અને આઘાતો સહન કરીને અને પ્રાણોની આહુતિ આપીને પણ આ રાષ્ટ્રની સંસ્કૃતિના મૂલ્યોનું રક્ષણ કર્યું છે, બદલાતા સમયમાં બ્રાહ્મણ સમાજના સર્વાંગી અભ્યુદય માટે, સમાજની આવશ્યક્તા, સમસ્યા અને તેના ઉકેલ માટે બ્રહ્મ અગ્રણીઓના પરસ્પર સહયોગ અને વાદ નહિ પરંતુ સંવાદ દ્વારા ઉકલની દિશામાં કાર્યરત રહીશું, આ કાર્યમાં સહયોગ આપવા માગતા સહુ બ્રહ્મબંધુ અને ભગીનીઓને જોડાવા માટે બ્રાહ્મણ સંસાર સંસ્થા વતી આહ્વાન કરું છું, આગામી સમયમાં પ્રાંત અને જિલ્લાઓની સંગઠનની રચના પૂર્ણ કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જયેશ વ્યાસે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here