રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું

0
1017

ભારતના રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજીએ ગત બુધવાર, 17 જુલાઈએ સુપ્રીમ કોર્ટની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. 12.19 એકરમાં નિર્માણ પામેલી આ ઈમારતને સુરંગ દ્વારા સુપ્રીમ કોર્ટની જૂની ઈમારત સાથે જોડવામાં આવી છે. નવી ઈમારપતના નિર્માણ પાઠળ આશરે 885 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. સુપ્રીમ કોર્ટનું તમામ કામકાજ, પ્રશાસનિક કામ, કેસોની ફાઈલો, કોર્ટના આદેશ, ચુકાદાની નકલો – બધુંજ હવે નવી ઈમારતમાં શિફટ કરવામાં આવશે. પરંતુ  કેસની સુનાવણીઓ તો જૂની ઈમારતમાં જ હાથ ધરવામાં આવશે, ઉદ્ઘાટન પ્રસંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને કેન્દ્રીય કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. 
      આ પ્રસંગે રાષ્ટ્રપતિજીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ  9 પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવાની સુવિધાનું પણ અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાઓ સુુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પણ અપલોડ કરી શકાશે.