રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે કાંટાની ટક્કર, ૧૨ રાજ્યોમાં બરાબરી પર

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઘણા સર્વે ભલે જો બાઇડેનને લીડ લેતા દેખાડી રહ્યાં છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેનાથી પાછળ નથી. તાજા સર્વેથી જાણવા મળે છે કે અમેરિકાના ૫૧ રાજ્યોમાંથી ૧૨મા આ બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે એક મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે પાછળ રહેવા છતાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ ચમત્કાર કરી શકે છે. 

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ફ્લોરિડા, એરિજોના, જ્યોેર્જિયા, આયોવા, મેન, મિશિગન, મિનેસોટા, નેવાદા, ન્યૂ હેમ્પશાયર, ઉત્તરી કૈરોલિના, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિન સ્વિંગ સ્ટેટ્સ છે. અહીં ડેમોક્રેટિક અને રિપબ્લિકન ઉમેદવારોને બરાબરીનું સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. તેવામાં આ રાજ્યો ચૂંટણી પ્રમાણે મહત્ત્વના માનવામાં આવી રહ્યાં છે. ટ્રમ્પ અને બાઇડેન બંને આ રાજ્યોમાં નિર્ણાયક લીડ હાંસિલ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. 

ધ હિલ ન્યૂઝ વેબસાઇટ અનુસાર, ન્યુ યોર્ક ટાઇમ્સ-સિએના કોલેજ સર્વેએ સોમવારે જાહેર કરેલા પોતાના પોલ રિપોર્ટમાં ખુલાસો કર્યો કે બાઇડેનને વિસ્કોન્સિનમાં ૧૦ પોઈન્ટ અને મિશિગનમાં ૮ પોઈન્ટનો ફાયદો થયો છે. આ વચ્ચે રવિવારે જારી થયેલા એક સીબીએસ ન્યૂઝ-યૂગોવ ટ્રેકિંગ પોલમાં જાણવા મળ્યું કે, ટ્રમ્પ, બાઇડેનથી મિશિગન અને નેવાદા બંનેમાં પાછળ ચાલી રહ્યાં છે. આ સિવાય વિસ્કોન્સિનના રિયલક્લેયર પોલિટિક્સ એવરેજમાં બાઇડન ૫.૫ પોઈન્ટ અને મિશિગનમાં ૭ પોઈન્ટથી આગળ હતા. 

પાછલા સપ્તાહે રોઇટર-ઇપ્સોસ પોલે ખુલાસો કર્યો હતો કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઇડેને વર્તમાનમાં પેન્સિલ્વેનિયામાં ૫ ટકા પોઈન્ટની લીડ અને વિસ્કોન્સિનમાં ૬ ટકાની લીડ હાંસિલ કરી છે. આ બંને રાજ્યોમાં બાઇડેનને ૫૦-૫૦ ટકા સમર્થન મળી રહ્યું છે, જ્યારે ટ્રમ્પન પેન્સિલ્વેનિયામાં ૪૫ ટકા અને વિસ્કોન્સિનમાં ૪૪ ટકા લોકોનું સમર્થન મળી રહ્યું છે.

કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ ફ્લોરિડામાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, લોકડાઉનથી રાજ્યોને મોટા પાયે નુકસાન થયું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં પોતાના હજારો સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, આપણે યાદ રાખવું પડશે કે મેં એકદમ શરૂઆતમાં આ વાત કરી હતી. નિદાન સમસ્યાથી ખરાબ ન હોઈ શકે. 

ટ્રમ્પે ફ્લોરિડામાં કહ્યું કે, આ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. આ લોકો સનકી છે. આપણે જીતવું પડશે. બાઇડેને પોતાની પાર્ટીની ઉમેદવારીના બદલામાં એક ભ્રષ્ટ સોદો કર્યો છે. તેણે સમાજવાદી, માર્ક્સવાદી અને વામ ચરમપંથિઓને કમાન સોંપી દીધી છે. તમે જાણો છે કે તેની પાસે કોઈ તાકાત બચી નથી. તેમણે કહ્યું કે, જો બાઇડેનની જીત થાય તો વામ ચરમપંથિ દેશ ચલાવશે અને તેને સત્તાનો નશો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here