રાષ્ટ્રપતિની કરકસર અને સાદગીપૂર્ણ જીવન પધ્ધતિ

0
994
Reuters

તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આવનારા મહેમાને અને ઉચ્ચ અધિકારીઓ માટે બનતા નાસ્તા અને ભોજનની વાનગીઓમાં કાપ મૂકાવ્યાો હતો. આ અગાઉ મહેમાનો અને અધિકારીઓ માટે જુદો જુદો પાંચ પ્રકારનો નાસ્તો અને ભોજન-વ્યંજનો બનાવવામાં આવતા હતા. જેનો મહ્દઅંશે બગાડ જ થતો હતો . પૈસા વેડફવામાં આવતા હતા. આથી કોવિંદજીએ માત્ર બે પ્રકારની વાનગી માટે જ પરવાનગી આપીને બાકીને વાનગીઓ અને નાસ્તો બનાવવાનું બંધ કરવાનું ફરમાન જારી કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનની સજ્જા પર અને ઓરડાઓ માં સુશોભન માટે વપરાતા પુષ્પો બાબત પણ તેઓએ કરકસર કરી હતી. સુશોભન માટે ખરીદાતા- વપરાતા ફૂલોની સંખ્યામાં તેમણે નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. સાદુ જીવન – ઉચ્ચવિચારવાળી મહાત્મા ગાંધીની જીવનશૈલીને અપનાવીને જીવતા, ભારતના સર્વોચ્ચ પદે વિરાજતા રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદની સાદાઈનું સહુએ અનુકરણ કરવું જોઈએ..

——————————-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here