રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદનઃ દેશના તમામ નાગરિકોને એનઆરસીમાં શામેલ કરવામાં આવશે.

0
1078


 ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં રાજ્યસભામાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધન બિલથી તદ્ન અલગ છે એનઆરસી બિલ. એનઆરસીની અંતર્ગત,દેશના પ્રત્યેક નાગરિકને તેમાં સામેલ કરવામાં આવશે. દરેક નાગરિકને નેશનલ રજિસ્ટર ઓફ  સિટિજન્સ(એનઆરસી) માં શામેલ કરાશે. તેમાં કોઈ જાતિ કે ધર્મનો ભેદભાવ નહિ હોય. એનઆરસીમાં આવો કોઈ કાનૂન આમેજ કરાયો નથી, જેની રુએ કોઈ ખાસ ધર્મના લોકોને એમાંથી બાકાત રાખવામાં આવે. આથી સામાન્ય જનતાઓ એઅંગે કશી ચિંતા કરવાની જરૂર નથી. જેમના નામ ડ્રાફટમાં નથી આવ્યા, તેઓ ટ્રિબ્યુનલ પાસે જઈને ફરિયાદ નોંધાવી શકે છે. આસામ માટે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે. જેલોકો ટ્રિબ્યુનલમાં રજૂઆત કરવા માટે વકીલનો ખર્ચ કરપી શકે તેમ નથી, તેઓને આસામ સરકાર દ્વારા વકીલની સુવિધા આપવામાં આવશે. 

      ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતના પડોશી દેશો પાકિસ્તાન, બંગ્લાદેશ, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં ધર્મને આધાર ગણીને જેમનો બહિ્ષ્કાર કરવામાં આવે્યો છે તેવા લોકો – હિંદુ , જૈન, બૌધ્ધ, શીખ, ખ્રિસ્તી , પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. 2016માં નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. એનો હેતુ  31 ડિસેમ્બર, 2014 પહેલાભારત આવેલા ગેર- મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા પ્રદાન કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here