રાજ્યમાં કોરોનાનો રેકોર્ડ બ્રેક ૧૨,૨૦૬ કેસ, ૧૨૧નાં મોત

 

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૧૨,૨૦૩ પર પહોંચી ગઈ છે. આ સાથે જ મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, એક જ દિવસમાં કુલ ૧૨૧ દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે. ગુરુવારે સુરત શહેરમાં સૌથી વધુ ૨૪નાં મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુ ૧૨૧ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક ૫,૬૧૫ થયા છે. ૧૨૧ મૃત્યુમાં સુરત શહેરમાં ૨૪, અમદાવાદ શહેરમાં ૨૩, રાજકોટ શહેરમાં ૮, વડોદરા શહેરમાં ૯, સુરેન્દ્રનગર, રાજકોટ અને વડોદરા ગ્રામ્યમાં ૪-૪, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય, જામનગર શહેર,મોરબી, સાંબરકાંઠામાં ૩-૩, અરવલ્લી, ભાવનગર શહેર, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણમાં ૨-૨, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, છોટાઉદેપુર, ગાંધીનગર શહેર, ખેડા, મહિસાગર, પંચમહાલ, સુરતમાં ૧-૧ મળી કુલ ૧૨૧ દર્દીઓનાં મૃત્યું થયા છે. બીજી તરફ ૪૩૩૯ દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૪૬,૦૬૩ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને ૮૦.૮૨ ટકા થયો છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં ૪૬૩૧, સુરત શહેરમાં ૧૫૫૩ વડોદરા શહેરમાં ૪૬૦, રાજકોટ શહેરમાં ૭૬૪, ભાવનગર શહેરમાં ૧૬૫, ગાંધીનગર શહેરમાં ૧૭૩, જામનગર શહેરમાં ૩૨૪ અને જૂનાગઢ શહેરમાં ૯૯ કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં ૩૭૫, બનાસકાંઠામાં ૨૬૩, કચ્છમાં ૧૭૬, ભરૂચમાં ૧૭૧, વડોદરા ગ્રામ્ય ૧૬૫, જામનગર ગ્રામ્ય ૧૫૯, ગાંધીનગર ગ્રામ્ય ૧૫૦, દાહોદ ૧૩૯, પંચમહાલમાં ૧૩૫, અમરેલીમાં ૧૨૨, ખેડા ૧૨૧, નર્મદામાં ૧૨૧, તાપીમાં ૧૧૩, નવસારીમાં ૧૦૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૭૬,૫૦૦, વેન્ટિલેટર ઉપર ૩૫૩ અને ૭૬,૧૪૭ દર્દીઓ સ્ટેબલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here