રાજકોટમાં બનશે દેશનો પ્રથમ એવિએશન પાર્ક

 

નવી દિલ્હી: ગુજરાત સરકારે મહત્ત્વાકાંક્ષી એવિએશન પાર્ક પ્રોજેક્ટ માટે રાજકોટમાં જમીન પસંદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દેશમાં આ પ્રથમ એવો પાર્ક હશે જ્યાં એવિએશન એટલે કે ઉડ્ડયન સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પરિયોજના માટે પહેલા બગોદરાની પસંદગી કરવામાં આવે હતી પણ અંતે રાજકોટ ઉપર કળશ ઢોળાયો છે.

આ પ્રોજેક્ટની પરિકલ્પના ૨૦૧૬માં કરવામાં આવી હતી અને બગોદરામાં તેનાં માટે જમીનની વિચારણા ચાલી હતી. ત્યાં આ પરિયોજનાની વ્યવહારક્ષમતા ચકાસવા માટે સલાહકાર પણ રોકવામાં આવ્યા હતાં. આ દરમિયાન પર્યાવરણ અને ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી સહિતની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જો કે બે વર્ષની વિચારણા બાદ બગોદરાની જમીન ભૌગોલિક ‚પે એવિએશન પાર્ક માટે અનુકૂળ જણાઈ ન હતી. ત્યારબાદ અન્યત્ર આ પ્રોજેક્ટ લઈ જવા માટે નજર કરવામાં આવી હતી અને આખરે રાજકોટ નજીક જમીન ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. અહીં જમીન એવિએશન પાર્ક માટે સાનુકૂળ જણાઈ છે.

હવે ૨પ૦ કરોડ ‚પિયાનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં હાથ ધરવામાં આવશે. જ્યાં ઉડ્ડયનને લગતી તાલીમ, સંશોધન, મનોરંજન, મેન્યુફેક્ચરીંગ, મ્યુઝિયમ, એરસ્ટ્રીપ, તાલીમ શાળા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

આ એવિએશન પાર્કમાં સૌથી મહત્ત્વની સુવિધા એમઆરઓ સર્વિસની હશે. જે દુનિયાભરનાં વિમાન માટે રખરખાવ, સમારકામ અને નવીનીકરણની સુવિધાઓ પૂરી પાડશે. 

મુલકી ઉડ્ડયનનાં સચિવ હરીત શુક્લાનાં જણાવ્યા પ્રમાણે આ એવિએશન પાર્કથી ગુજરાત અને રાજકોટ વિમાન સેવા અને સુવિધાનાં વૈશ્ર્વિક નક્શામાં મૂકાઈ જશે.

આ પ્રોજેક્ટની અમલવારી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ. (ગુજસેઈલ) દ્વારા કરવામાં આવશે અને તેનાં સીઈઓ અજય ચૌહાણનાં જણાવ્યા અનુસાર આ પાર્કનો હેતુ છાત્રોમાં એવિએશન પ્રત્યે જાગૃતિ લાવવાનો, વ્યવસાયિકો, નીતિ ઘડનારા અને કારોબારીઓ તૈયાર કરવાનો છે. આ પાર્કમાં થીએટરથી લઈને ઈન્ફોટેક એરિયા, એર-શો યોજવા માટેની જગ્યા અને સાહસિક રમતો માટેની સુવિધા પણ હશે.

એવીએશન પાર્ક રાજકોટમાં બનવા બાબતે કલેકટર અ‚ણ મહેશબાબુનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે એવીએશન પાર્ક અંગે અમને કોઇ સત્તાવાર જાણ કરાઇ નથી. હજુ સુધી આ અંગે અમારી પાસે કોઇ જ માહિતી આવી નથી. આ પાર્ક કઇ જગ્યાએ બનશે તેની પણ માહિતી સરકાર પાસેથી અમને મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here