રસીકરણની નીતિ અને ખરીદીની વિગત આપોઃ સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની રસીકરણ નીતિ પર ગંભીર સવાલ ઉઠાવ્યો છે અને સરકારને આદેશ આપ્યો છે કે, આ નીતિ સંબંધી તમામ દસ્તાવેજો અને નોંધ હોય તેવી ફાઈલો રજૂ કરે તેમજ આજની તારીખ સુધીની કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક-વી રસી સહિત તમામ રસીની ખરીદીની વિગતો તેમની સમક્ષ મૂકે. ખાસ તો વિશાળ આબાદીનાં રસીકરણ માટે માત્ર કોવિન પોર્ટલ પર નિર્ભર રહેવું વ્યવહારિક નથી, આવી રીતે લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થવાશે નહીં, તેવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે કરી હતી.  

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એમ પણ કહ્યું હતું કે, મ્યુકરમાઈકોસીસ કે બ્લેક ફંગસની દવા ઉપલબ્ધ કરાવવા માટે લેવાયેલાં પગલાંની વિગતો પણ આપે. આ ઉપરાંત સુપ્રીમે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે રસીકરણ કરવા પર વલણ બે સપ્તાહમાં સ્પષ્ટ કરવા સૂચના આપી હતી. આ સિવાય અત્યાર સુધી કેટલી વસ્તીને રસી અપાઈ તેમની પણ વિગત રજૂ કરવામાં આવે. કોર્ટે ૧૮થી ૪૪ વર્ષના યુવાનોનું રસીકરણ કરવાની નીતિને પ્રથમ દષ્ટિએ અતાર્કિક ગણાવી હતી. 

સુપ્રીમમાં કેન્દ્રની આ નીતિને પડકાર ફેંકવામાં આવ્યો છે. રસીકરણને બહુ જ  જરૂરી ગણાવતાં કોર્ટે કહ્યું હતું કે, ‘એવા સમાચારો છે કે ૧૮થી ૪૪ વર્ષના લોકો ન માત્ર કોવિડ-૧૯થી સંક્રમિત થયા બલ્કે ગંભીર બીમાર થયા છે. તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડયું છે. દુર્ભાગ્યપૂર્ણ કેસોમાં દર્દીઓનાં મૃત્યુ પણ થયાં છે.’ સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણના પહેલા બે તબક્કામાં રસીકરણને મફત કરવું અને ૧૮થી ૪૪ વર્ષની ઉંમર માટે રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને ચૂકવણીની જવાબદારી નાખવી પ્રથમ દષ્ટિએ અતાર્કિક નિર્ણય 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here