રશિયા પાસેથી S-400ની ખરીદી પર ભારત પર પ્રતિબંધ ન લાદવા ભલામણ

 

વોશિંગ્ટનઃ અમેરિકાના ભારત સાથેના સંબંધો ઘણા મજબૂત અને વ્યૂહાત્મક છે, તેથી ભારતે રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડીલ કર્યુ છતાં તેની સામે પ્રેસિડેન્સિયલ કાત્સા (સીએએટીએસઓ) માફીને ટોચના સેનેટરે સમર્થન આપ્યું છે. એસ-૪૦૦ને રશિયાની સૌથી આધુનિક લોંગ સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મનાય છે. સેનેટર ટોમી ટયુબરવિલે જણાવ્યું હતું કે તે ભારતને રશિયાની એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદવા બદલ માફી આપવાની તરફેણ કરે છે. 

આપણા ભારત સાથેના સંબંધો મજબૂત છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટોચના અધિકારીઓ સાથે ચીનના ભારત સાથેના આક્રમક વલણ અંગે ચર્ચા કરી છે. સેનેટર ભારત અને સાઉથઇસ્ટ એશિયા પરની કોંગ્રેસનો હિસ્સો છે. તેમની છાપ છે કે ચીન આ વિસ્તારમાં ભય સર્જી રહ્યું છે. કાત્સા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હું માનું છું કે આ જોગવાઈ માફ કરવી જોઈએ. તેઓએ આપણી એજિસ અને પેટ્રિયટ સિસ્ટમ ખરીદી હોત તો ગમ્યું હોત, પરંતુ તેમણે એસ-૪૦૦ સિસ્ટમ પર પસંદગી ઉતારી. હવે કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ જો બાયડેન આ અંગે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. 

અમેરિકાએ રશિયા દ્વારા ભારતને એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ વેચવા સામે ચિંતા વ્યક્ત કરી છે. બાયડેનના વહીવટીતત્રએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે તે ભારત પર અમેરિકાની કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરીઝ થુ્ર સેન્ક્શન્સ એક્ટ (કાત્સા)ને લઈને પ્રતિબંધો લાદશે કે નહી. 

કાત્સા ૨૦૧૭માં અમલી કરવામાં આવ્યું હતું. તેનો હેતુ રશિયા સાથે ડિફેન્સ અને ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં જોડે રહીને કામ કરનારાઓને સજા કરવાનો છે. ઓક્ટોબર ૨૦૧૮માં ભારતે રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પાંચ અબજ ડોલરનો કરાર કર્યો હતો. આ જ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદનારા તુર્કી પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે. 

ભારતની મુલાકાત અંગે ટયુબરવિલે જણાવ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો છું. તેઓ આપણા ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશનને સમર્થન આપવા આતુર છે તેની સાથે ભારતની ભાગીદારી પણ વધારશે, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here