યૌન શોષણના કેસમાં અમેિરકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દોષી

U.S. President Donald Trump hosts a Public Safety Medal of Valor

ન્યૂ યોર્ક: અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાતીય સતામણીના એક કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા છે, જેથી અમેરિકામાં તેમના ટેકેદારો હિંસા પર ઉતરી શકે છે. અમેરિકન જ્યૂરીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૯૯૦માં સલાહકાર કટાર લેખક ઇ જીન કેરોલ સાથે જાતીય સતામણી માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. યૌન શોષણ અને માનહાનિ કરવા માટે દોષિત ઠેરવ્યા છે અને તેમને દંડ તરીકે પાંચ મિલિયન ડોલર આપવાનો આદેશ કર્યો છે. જોકે, ૨૦૨૪ની યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા આવેલો આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો ઝટકો છે, કારણ કે તેઓ ચૂંટણીની તૈયારી અને પ્રચાર કરી રહ્યા હતા. અમેરિકાની કોર્ટના નવ સભ્યની જ્યુરીએ આ મામલામાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા હતા. ટ્રમ્પ વિરુદ્ધ આ કેસની સુનાવણી ૨૫મી એપ્રિલથી શરૂ થઈ હતી. કેરોલના જણાવ્યા અનુસાર ૭૬ વર્ષીય ટ્રમ્પે ૧૯૯૫ અથવા ૧૯૯૬માં મેનહટનમાં બર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ડ્રેસિંગ રૂમમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર પછી તેણે ઓક્ટોબર ૨૦૨૨માં એ દુષ્કર્મની સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ્સ લખીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. કેરોલે સૌપ્રથમવાર ૨૦૧૯માં એક પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૭થી ૨૦૨૧ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. આગામી વર્ષના રાષ્ટ્રપતિ પદના નોમિનેશન માટેના ઓપિનિયન પોલમાં રિપબ્લિકન ઉમેદવારોની આગેવાની કરી રહ્યા છે, પરંતુ આ નિર્ણયથી તેમને આંચકો લાગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here