યુક્રોન સંકટ પર પુતિન-ઝેલેન્સ્કી પરસ્પર વાતચીત કરે: વડાપ્રધાન મોદી

U.S. President Joe Biden, seated with U.S. Secretary of State Antony Blinken and India's Foreign Minister Subrahmanyam Jaishankar, holds a videoconference with India's Prime Minister Narendra Modi to discuss Russia's war with Ukraine from the White House in Washington U.S., April 11, 2022. REUTERS/Kevin Lamarque

અમેરિકા: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ મોદી વચ્ચે વર્ચ્યુઅલ બેઠક દરમિયાન વડાપ્રધાને યુક્રેન સંકટ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત શાંતિ ઇચ્છે છે અને શાંતિનો માર્ગ અપનાવવા માટે બન્ને દેશોને અપીલ કરી ચૂક્યો છું. તેમણે કહ્યું કે પુતિન અને ઝેલેન્સ્કી બન્ને ફોન કરી સીધી વાતચીત કરે એવી મેં અપીલ કરી હતી. પીએમ મોદીએ બૂચા શહેરમાં થયેલા નરસંહારને લઇને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેની સ્વતંત્ર તપાસ થવી જ‚રી છે. ઉલ્લેખનીય છે કે હવે બન્ને દેશો વચ્ચે ટૂ પ્લસ ટૂ બેઠક થવાની છે. વિદેશ મંત્રી જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાના સમકક્ષો સાથે વાત કરશે. આ બેઠકમાં મોદીએ કહ્યું કે યુક્રેનમાં જનતાની સુરક્ષા અને તેમને માનવીય સહાયતા કરવાને પણ અમે મહત્વ આપ્યું છે. અમે અમારા તરફથી દવાઓ અને અન્ય રાહત સામગ્રી યુક્રેન અને તેના પાડોશી દેશોને મોકલી છે. અને યુક્રેનની માંગ પર અમે ટૂંક સમયમાં જ દવાઓનો વધુ એક કન્સાઇનટમેન્ટ મોકલી રહ્યાં છે.

તાજેતરમાં જ બૂચા શહેરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના અહેવાલો અત્યંત ચિંતાજનક હતાં. અમે તેની તાબડતોડ નિંદા કરી અને એક નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી છે. અમે આશા કરીએ છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતથી શાંતિના માર્ગ નીકળશે. મોદીએ કહ્યું કે આજની અમારી વાતચીત એવા સમયે થઇ રહી છે જ્યારે યુક્રેનમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક બનેલી છે. કેટલાક સપ્તાહ પહેલા સુધી ૨૦ હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતાં. ઘણી મહેનત બાદ અમે તેમને ત્યાંથી સકુશળ બહાર કાઢવામાં સફળ થયા. જોકે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો. બેઠકની શ‚આતમાં નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા તો અમેરિકી રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આજે અમારા રક્ષા અને વિદેશ મંત્રીઓ થોડી વાર પછી ટૂ પ્લસ ટૂ ફોર્મેટમાં મળશે, એ પહેલા આપણી આ મુલાકાત તેમની વાતચીતને દિશા આપવા માટે મહત્વપૂર્ણ છે. મોદીએ વધુમાં ઉમેર્યું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે હું વોશિંગ્ટન આવ્યો હતો ત્યારે તમે કહ્યું હતું કે ભારત-અમેરિકા ઘણી વૈશ્ર્વિ સમસ્યાઓના સમાધાનમાં યોગદાન આપી શકે છે. હું તમારી વાત સાથે પૂર્ણ રીતે સહમત છું. વિશ્ર્વના બે સૌથી મોટા અને જૂના લોકતંત્રના ‚પમાં અમે નેચરલ ભાગીદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here