યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ કર્યુ શક્તિ પ્રદર્શન 

 

રશિયાઃ હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં ઉથલપાથલ મચેલી છે. યુદ્ધના ૭૭મા દિવસને રશિયાએ વિજય દિવસની ઉજવણી તરીકે મનાવ્યો છે. વિજય દિવસની ઉજવણીમાં પરેડ પણ યોજાઈ. પોતાના ભાષણમાં પુતિને યુક્રેન વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવી. તેમણે આશ્ચર્યજનક રીતે પોતાના ભાષણમાં યુક્રેનના વિસ્તારોનું નામ લીધું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિજય દિવસના અવસરે ફ્ખ્વ્બ્ ઉપર પણ નિશાન સાધ્યું. પુતિને કહ્યું કે  નાટો અમારી સરહદો પર રશિયા માટે જોખમ પેદા કરવા માંગતું હતું. યુક્રેને પણ પરમાણુ હથિયારોની ચર્ચા શરૂ કરી દીધી હતી. પોતાના ભાષણમાં તેમણે ડોનબાસ, ખારકીવ અને મારિયુપોલનો ઉલ્લેખ કર્યો. પુતિને વિજય દિવસના અવસરે કહ્યું કે યુક્રેનમાં રશિયાની સેના પોતાની માતૃભૂમિની રક્ષા કરી રહી છે. યુક્રેનમાં રશિયા સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય જોખમનો સામનો કરી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું  છે કે પુતિન આ વિશાળ પરેડ દ્વારા રશિયાના ઘાતક હથિયારોનું પ્રદર્શન કરીને દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યાં છે. રશિયાના આ વિજય દિવસની ઉજવણીને યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં આ વિજય દિવસ બીજા વિશ્વ યુદ્ધ સંલગ્ન છે. આજના દિવસે એટલે કે ૯મી મે ૧૯૪૫ના રોજ મધ્યરાત્રિએ યુરોપ અને આફ્રિકાના ઉત્તર વિસ્તારોમાં બીજું વિશ્વ યુદ્ધ અધિકૃત રીતે સમાપ્તપ્ત થયું હતું. ૧૯૪૫માં બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની પર પોતાની જીતની ઉજવણી રૂપે રશિયા આજનો દિવસ વિજય દિવસ તરીકે ઉજવે છે. આ પરેડ આ વર્ષે યોજાઈ. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે પરેડનું આયોજન ૨૪ જૂને કરાયું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here