યુક્રેને રશિયામાં ઘૂસીને એરસ્ટ્રાઈકથી ઓઈલ ડેપો ઉડાવ્યો

 

યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ઘ સતત ચાલી રહ્યું છે. અત્યાર સુધી સાંભળવા મળતું હતું કે રશિયા રોજેરોજ યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. પરંતુ પહેલી વાર યુક્રેને રશિયામાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હોવાનો યુક્રેને દાવો કર્યો છે. યુક્રેનની સરહદે આવેલા રશિયાના શહેર બેલગોરોડના ગવર્નરે દાવો કર્યો છે કે યુક્રેનની સેના દ્વારા અહીં એક ઓઇલ ડેપો પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનિયન હેલિકોપ્ટરે તેના પર હુમલો કર્યો છે. વાસ્તવમાં અહીં ઓઇલ ડેપોમાં ભીષણ આગ લાગી હોવાના પણ સમાચાર મળ્યા હતાં.

તો આ તરફ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જે મુજબ વિદેશી ખરીદદારોને ગેસ માટે માત્ર રૂબેલમાં જ ચૂકવણી કરવી પડશે. પુતિને કહ્યું હતું કે જો ચૂકવણી કરવામાં નહિ આવે તો કરાર અટકાવવામાં આવશે.

સાથે જ જર્મનીએ પુતિનના આ પગલાને બ્લેકમેઇલ ગણાવીને નકારી કાઢ્યું હતું. જર્મનીના અર્થતંત્ર મંત્રી રોબર્ટ હેબકે કહ્યું હતું કે પુતિન અમને બ્લેકમેઇલ કરી શકશે નહીં. આ સિવાય બ્રિટન અને ફ્રાન્સે પણ આ માંગનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે ગેસ ખરીદવાનો કોન્ટ્રેક્ટ પહેલાં યુરો અથવા ડોલરમાં સેટલ થયો હતો અને આ રીતે વચ્ચે એને તોડી શકાતો નથી. વધુમાં રશિયા યુરોપના લગભગ ત્રીજા ભાગનો ગેસ સપ્લાય કરે છે.

રશિયા-યુક્રેન યુદ્ઘ વચ્ચે અમેરિકા તરફથી મળી રહેલી ચેતવણીઓને નજરઅંદાજ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે. નાણાં મંત્રીએ કહ્યું કે, મોસ્કો પાસેથી વધુ ઓઇલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે. નિર્મલાએ કહ્યું કે કે જ્યારે અમને ડિસ્કાઉન્ટ રેટ પર ઓઇલ મળી રહ્યું છે તો કેમ ન ખરીદીએ? તેમણે કહ્યું કે હું રાષ્ટ્ર હિત અને તેની જરૂરિયાતોને પ્રાધાન્ય આપુ છું. સસ્તા ભાવે ઓઇલ ખરીદીશું તો ફાયદો દેશની જનતાને જ થવાનો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here