યુક્રેનને મદદ કરવા અમેરિકાએ ૧૩.૬ અરબ ડોલર મંજૂર કર્યા 

 

એમેરિકાઃ અમેરિકા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિસે વ્યાપક ખર્ચબિલને મંજૂરી આપી હતી, જેમાં યુદ્ધગ્રસ્ત યુક્રેન અને યુરોપિયન સાથીઓને મદદ કરવા માટે ૧૩.૬ અરબ ડોલરની જોગવાઇ કરવામાં આવી છે. રશિયામાંથી તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાનું બિલ પણ ગૃહમાં ભારે બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલોને ટૂંક સમયમાં સેનેટની મંજૂરી મળે તેવી શકયતા છે. દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ઇમરજન્સી ફાઇનાન્સિગ હેઠળ યુક્રેન માટે ૧.૪ અરબ ડોલરના ફંડને મંજૂરી આપી છે. અગાઉ હાઇસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ કોવિડના વૈશ્વિક રોગચાળા સામે લડવા માટે ૧૫.૬ અરબ ડોલર બિલ છોડવું પડયું હતું. તેણે આ નિર્ણયને હૃદયદ્રાવક ગણાવ્યો હતો. તેને રાષ્ટ્રપતિ બાઈડેનની હાર અને પાર્ટીના નેતાઓની ટોચની પ્રાથમિકતા તરીકે જોવામાં આવી રહી છે. બાઈડને ગયા અઠવાડિયે યુક્રેનની સૈન્ય, માનવતાવાદી અને આર્થિક સહાય માટે ૧૦ અરબ ડોલરની વિનંતી કરી હતી. જે ડેમોક્રેટસ અને રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓના સમર્થનથી વધીને ૧૩.૬ અરબ થઈ ગઈ હતી. અમે જુલમ, દમન અને હિંસક કાર્યવાહી સામે યુકેનને સમર્થન આપીશું. તેમ બાઈડન વ્હાઇટ હાઉસમાં કહ્યું. તેમણે જરૂરી શસ્ત્રો અને સહાય અંગે ચર્ચા કરવા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ૪૫ મિનિટ સુધી વાત કરી હતી. યુકેનના મદદગારોને પુતિનની ચેતવણી વિદેશી હથિયાર લઈ જનાર કાફલાને નિશાન બનાવાશે રશિયાઃ રશિયાએ કહ્યું કે યૂક્રેનમાં વિદેશી હથિયાર લઈ જનાર કાફલાને રશિયન સશસ્ત્ર દળો દ્વારા કાયદેસર રીતે નિશાન બનાવવામાં આવશે. દેશના ઉપ વિદેશ મંત્રી સર્ગેઇ રિયાબકોવે કહ્યું કે રશિયાએ સંયુક્ત રાજ્યને યૂક્રેનને હથિયાર મોકલતા ખરાબ પરિણામ ભોગવવાની ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે યૂક્રેનને વિદેશી હથિયાર પહોંચાડનાર કાફલાને રશિયન સશસ્ત્ર દળોના ટાર્ગેટ પર રહેશે. તેમણે એ પણ કહ્યું કે અમેરિકા અને પશ્ચિમ વિરૂદ્ધ બદલો લેવાના પ્રતિબંધોની યાદી તૈયાર છે અને તે જલદી જ સાર્વજનિક કરવામાં આવશે. રિયાબકોવે કહ્યું કે જો વોશિંગટન તેના માટે તૈયાર છે તો રશિયા અમેરિકા સાથે એક સુરક્ષા વાર્તા ફરીથી શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે એમ કહીશું નહી કે સુરક્ષા ગેરેન્ટી પર રશિયાના પ્રસ્તાવ સંપૂર્ણ રીતે લાગૂ થશે, કારણ કે સ્થિતિ બદલાઈ ગઈ છે. બીજી તરફ યૂકેને દાવો કર્યો છે કે રશિયન કમાન્ડે તે લોકોની યાદી તૈયાર કરી છે, જે સૈન્ય સેનાના બદલે સામુદાયિક સેવા શ્રમિકોના રૂપમાં યૂકેન વિરૂદ્ધ કામ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here