યુક્રેનના તમામ નાગરિકોને આપશે રશિયાની સિટીઝનશિપ: પુતિન

 

રશિયા: રશિયા અને યુક્રેન યુદ્ધના ૧૩૭ દિવસ થઇ ગયા છે, ત્યારે રશિયન સૈનિકોએ યુક્રેનિયન શહેર ડોનેટ્સકના એક એપાર્ટમેન્ટ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં ૨૯ લોકો માર્યા ગયા. પોલીસે ૨૪ મૃતદેહો બહાર કાઢ્યા છે, ૬ ઘાયલ લોકોને પણ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી, રશિયન નાગરિકત્વની પ્રક્રિયા ફક્ત યુક્રેનના ડોનેટ્સક, લુહાન્સ્ક પ્રદેશ તેમજ દક્ષિણ ઝાપોરિઝિયા અને ખેરસન પ્રદેશના લોકો માટે સરળ હતી. આ વિસ્તારોના મોટા ભાગ પર રશિયાનું નિયંત્રણ છે. વર્ષ ૨૦૧૯માં, સૌપ્રથમ ડોનેટ્સક અને લુહાન્સ્કના રહેવાસીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે વર્ષ ૨૦૨૨માં, વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારોની લગભગ ૧૮ ટકા વસ્તી અથવા ૭૨૦,૦૦૦ થી વધુ લોકોને રશિયન પાસપોર્ટ આપવામાં આવ્યા હતા. યુક્રેન પરના હુમલાના ત્રણ મહિના પછી મે ૨૦૨૨માં ઝાપોરિઝિયા અને ખેરસન પ્રદેશના રહેવાસીઓ માટે પણ એક ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ એક મહિના પહેલા આ વિસ્તારોમાં લોકોને રશિયન પાસપોર્ટ આપવામાં આવ્યા હતા. ખારકીવના ગવર્નર ઓલેહ સિનિહોબેલે સોશિયલ મીડિયા ટેલિગ્રામ પર કહ્યું કે, ઘણા રોકેટ લોન્ચર દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here