યુએસએ પાકિસ્તાનને ૩૪.૨૫ બિલિયન ડોલરની મદદ કરી

 

અમેરિકા: ચીન અને પાકિસ્તાન વચ્ચે રાજકિય અને આર્થિક સંબંધો મજબૂત બન્યા છે, પરંતુ અમેરિકા બંને દેશોના પરસ્પર સંબંધોને ભાગીદારી હોવાનું માનતું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતાને પ્રેસ બ્રિફિંગમાં સવાલ પુછાયો હતો કે ચીન અને પાકિસ્તાન સાથે કામ કરી રહ્યાં છે તેને અમેરિકા નજર અંદાજ કરી રહ્યું છે. આ અંગે પ્રવકતાએ સ્પષ્ટતા કરી હતી કે કોઇપણ દેશે અમેરિકા અને ચીન બેમાંથી એકની પસંદગી કરવાની કોઇ જ જ‚ર નથી. અમેરિકા સાથે ભાગીદાર થવાના જે લાભ મળતા હોય છે જે બીજા દેશોને મળતા નથી. એટલું જ નહી પાકિસ્તાનને રણનીતિક ભાગીદાર ગણાવીને અમેરિકા પ્રવકતાએ ચીન સાથેના સંબંધો પર ઢાંકપિછોડો કરવા પ્રયાસ કર્યો હતો. ભારતની સંસદમાં કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ વર્તમાન સરકારની રણનીતિક ભૂલના કારણે પાકિસ્તાન અને ચીન વચ્ચે સંબંધો વધ્યા છે એવું નિવેદન આપ્યું હતું.

ફેડરેશન અને અમેરિકન સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર ૨૦૦૨ થી ૨૦૨૦ સુધીમાં પાકિસ્તાનને ૩૪.૨૫ બિલિયન ડોલરની મદદ મળી છે. જેમાં ૮.૨૮ બિલિયન ડોલર સુરક્ષા સહયોગ અને ૧૪.૫૭ બિલિયન ડોલર અફઘાનિસ્તાનમાં અમેરિકા અને સહયોગી દેશોને ફંડ સ્વ‚પે મદદ હતી. પાકિસ્તાનને ચીન પાસેથી મળેલી મદદથી વિપરીત અમેરિકા પાસેથી મળેલી મોટા ભાગની રકમ પરત કરવાની થતી નથી. વર્ષ ૨૦૧૮માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ એશિયા રણનીતિમાં ફેરફાર કરીને પાકિસ્તાને ખાસ સાથ આપ્યો નથી એમ જણાવીને ફંડમાં ૮૦૦ બિલિયન ડોલરનો કાપ મુકયો હતો. અમેરિકાના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ચીનના સહયોગમાં ગુપ્ત કિંમત ચૂકવવી પડે છે. જે મદદ મેળવનારા મદદ પાછી આપવાની સ્થિતિમાં હોતા નથી. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના નિર્માણના લીધે ચીનના દેવા તળે ડૂબેલા પાકિસ્તાને ૩૦ બિલિયન ડોલરના દેવા અંગે ફરીથી વિચાર કરવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here