મોદી સરકારની નવી રેશનિંગ યોજના, દેશના આમ લોકોને રેશિનંગનું અનાજ કશી મગજમારી કે માથાકૂટ વિના સરલતાથી મળી શકે, તેવી સગવડ ઊભી કરાશેઃ વન નેશન, વન રેશનકાર્ડ

0
1395


દેશમાં કોઈ પણ સ્થળે રહેનારી વ્યક્તિને રેશનિંગના અનાજનો લાભ મળે, ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકાય તેમજ ગરીબોને સબસિડીવાળા અનાજના લાભથી વંચિત ના રહેવું પડે – તે તમામ બાબતોને લક્ષમાં રાખીને નવી ભાજપ સરકાર એક યોજના અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. વન નેશન, વન કાર્ડ. આ પરિવર્તનથી  એકથી વધુ રાશનકાર્ડ રાખનારા લોકો પર અંકુશ આવી જશે. રોજગાર માટે એક શહેર કે નગરથી બીજા શહેર કે નગરમાં વસવાટ કરનારા ગરીબ નોકરિયાત લોકોને સસ્તા રાશનથી વંિચત નહિ રહેવું પડે. કેન્દ્રના ખાદ્યપ્રધાન રામવિલાસ પાસવાનના નેતૃત્વ હેઠળ મળેલી ખાદ્ય સચિવોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ રાશન કાર્ડ એક કેન્દ્રીય ડેટા બેઝમાં તૈયાર કરવામાં આવશે. , જે ડુપ્લીકેટ કાર્ડને દૂર કરવામાં મદદરૂપ બનશે. ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રિયલ ટાઈમ એનલાઈન ડેટાબેઝ ગુજરાત, ઝારખંડ, આંધ્ર , હરિયાણા, કર્ણાટક કેરળ તેમજ રાજસ્થાન જેવા રાજ્યોમાં પહેલેથીજ અમલી છે. એક જ રાશનકાર્ડ ભારતના દરેક રાઝયમાં ઉપયોગમાં લઈ શકાશે. આ કાર્ડને એ રીતે જ તૈયાર કરવામાં આવશે કોે એની ચોક્કસતા, વિશ્વસનીયતા અને વિશિષ્ટતાની નકલ ના થઈ શકે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here