મેલબર્નમાં ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે જીતઃ ૧-૧થી બરાબર

 

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટથી હરાવીને ચાર મેચોની સિરીઝમાં ૧-૧ની બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમની આ જીતમાં દરેક ખેલાડીએ પોતાનું યોગદાન આપ્યું. ટીમ ઈન્ડિયાના કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણેએ બીજી ટેસ્ટમાં કેપ્ટનઈનિંગ રમી. તેણે પહેલી ઈનિંગમાં ૨૨૩ બોલમાં ૧૧૨ રનનું યોગદાન આપ્યું. તેના કરિયરની આ ૧૨મી ટેસ્ટ મેચ હતી. આ ઈનિંગે ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મજબૂત બનાવવામાં સિંહ ફાળો આપ્યો અને ગેમ ચેન્જર સાબિત થઈ. તેણે બીજી ઈનિંગમાં ૪૦ બોલમાં ૨૭ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું. રહાણેએ માત્ર પોતાની શાનદાર રમતથી જ નહીં પરંતુ કેપ્ટનશીપથી પણ પ્રભાવિત કર્યા છે. જેણે જીતમાં ફાળો આપ્યો. પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાજે બોરંક્સગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપી. આ સાથે જ તે ૭ વર્ષમાં પહેલીવાર પાંચ વિકેટ મેળવનારો ભારતીય ડેબ્યુટન્ટ બની ગયો. આ મેચમાં શુભમન ગીલની સાથે ડેબ્યુ કરનારા સિરાજે બંને ઈનિંગમાં કુલ ૩૬.૩ ઓવર બોલિંગ કરતા પાંચ વિકેટ મેળવી, જેમાં બંને ઈનિંગમાં કેમરૂન ગ્રીનની વિકેટ પણ સામેલ છે. 

આ મેચમાં શુભમન ભલે મોટી ઈનિંગ ન રમી શક્યો પરંતુ તેણે પોતાની બેટિંગથી  ધમાકેદાર એન્ટ્રી કરી છે. શુભમન ગીલે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગમાં ૬૫ બોલ પર અણનમ ૪૫ રન કર્યા હતા અને બધાને પ્રભાવિત કર્યા. ગીલે પોતાની ઈનિંગમાં આઠ ચોગ્ગા માર્યા અને ચેતેશ્વર પુજારા સાથે મળીને ૬૧ રનની સારી ભાગીદારી કરી. બીજી ઈનિંગમાં આ બેટ્સમેને ૩૬ બોલમાં ૩૫ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું. 

રવિન્દ્ર જાડેજા અને રહાણે વચ્ચે ૧૨૧ રનની ભાગીદારી થઈ. રહાણેની સદી અને જાડેજાની અડધી સદીએ આ મેચને સંપૂર્ણ રીતે પોતાના કબજામાં કરી લીધી. રવિન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગમાં ૫૭ રનની ઈનિંગ રમી. એટલું જ નહીં જાડેજાએ બેટિંગ ઉપરાંત બોલથી પણ કમાલ કરી બતાવ્યો. પહેલી ઈનિંગમાં એક વિકેટ લીધી જ્યારે બીજી ઈનિંગમાં ૨ વિકેટ લીધી. 

બોરંક્સગ ડે ટેસ્ટમાં મહત્ત્વનો રોલ ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો રહ્યો. તેણે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં ૧૬ ઓવરમાં ૫૬ રન આપીને ૪ વિકેટ લીધી. બીજી ઈનિંગમાં ૨૭ ઓવરમાં ૫૪ રન આપીને ૨ વિકેટ લીધી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here