મુસ્લિમ દેશોના સંગઠન OICને ભારતે આપ્યો જડબાતોડ જવાબ

 

નવી દિલ્હી: હિજાબ વિવાદ બાદ ઈસ્લામિક દેશોના સંગઠન OIC દ્વારા ભારતમાં મુસ્લિમોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે ભારતે તેનો આકરો જવાબ આપ્યો છે. ભારતે કહ્યુ છે કે, કેટલાક દેશોએ OIC સંગઠન પર કબ્જો જમાવી દીધો છે. પાકિસ્તાનનુ નામ લીધા વગર ભારતે કહ્યુ હતુ કે, આ દેશો પોતાના સ્વાર્થ માટે સંગઠનનો ઉપયોગ ભારતની સામે દુષ્ટચાર કરવા માટે કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ હતુ કે, ભારતમાં જે પણ મુદ્દાઓ હોય છે તેને બંધારણના માળખામાં રહીને લોકશાહી ઢબે ઉકેલવામાં આવતા હોય છે. OIC તરફથી એક ભ્રામક નિવેદન ભારતની સામે આપવામાં આવ્યુ છે. સંગઠન પર કેટલાક એવા દેશોનો કબ્જો છે જે પોતાના સ્વાર્થ માટે ભારત સામે અપપ્રચાર કરાવી રહ્યા છે અને તેના કારણે OIC પ્રતિષ્ઠાને પણ ધક્કો વાગ્યો છે. આ પહેલા OICએ હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદમાં મુસ્લિમો સામે હિંસા ફેલાવવાના ભાષણો તેમજ હિજાબના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતુ નિવેદન આપીને યુએનને દરમિયાનગીરી કરવા માટે અપીલ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here