મુખ્યમંત્રી પદના ઉમેદવારની રેસમાં મલ્લિકાર્જુન ખડગે!

કર્ણાટકઃ કર્ણાટકના વિધાસભા ચૂંટણી યોજવાની છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર ઉપરાંત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ સામેલ થયું છે. KPCCના અધ્યક્ષ ડીકે શિવકુમાર ખડગેને સમર્થન આપ્યું છે. જેને લઈને કેટલાક લોકોનું માનવું છે કે તેઓ પક્ષની અંદર દલિત મુખ્ય પ્રધાન અને સ્થાનિક વિરુદ્ધ પ્રવસી અંગે ચર્ચા શરુ કરવા ઈચ્છે છે. એક તરફ શિવકુમારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમને ખડગે હેઠળ કામ કરવું ગમશે. ખડગેનું નામ સામે લાવવા અંગેના પ્રશ્નના જવાબમાં શિવકુમારે કહ્યું કે ખડગે અમારા વરિષ્ઠ નેતા અને AICC પ્રમુખ છે. તેમણે મુખ્યપ્રધાન પદ માંગ્યું નથી, તેમની એક જ ઈચ્છા છે કે કોંગ્રેસ સત્તામાં આવે. તેઓ વરિષ્ઠ નેતા છે અને કેટલાક લોકોને લાગે છે કે ભૂતકાળમાં તેમની સાથે અન્યાય થયો છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે પાર્ટી જે કહે છે તેનું પાલન કરવું જોઈએ. પાર્ટી અમારા માટે મહત્વપૂર્ણ છે. હું આ મુદ્દાને પાર્ટી પર છોડી દઈશ, સિદ્ધારમૈયા અને અન્ય લોકો પણ પાર્ટીના નિર્ણયને અનુસરશે. ખડગેના મુખ્યમંત્રી બનવાની રેસમાંથી પાછળ હટી જવાના સવાલ પર શિવકુમારે કહ્યું કે ખડગે મારા નેતા છે, મને તેમની નીચે કામ કરવું ગમશે. હું પાર્ટીના નિર્ણયનું પાલન કરીશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here