મુંબઈ જળબંબાકાર -સતત 4 દિવસથી અનરાધાર વરસતા મેઘરાજ ..આખું શહેર અસ્તવ્યસ્ત , વાહન- વ્યહવાર ખોરવાયો… લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ..

0
834

 


મહાનગર મુંબઈમાં સતત ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો  હોવાથી શહેરમાં રેલ્વે , માર્ગ- પરિવહન અને રાહદારીઓની આવન-જાવન બધું જ ખોરંભે ચઢી ગયું છે. શાળાઓ, કોલેજ અને બજારો બંધ છે. બૃહદ મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉપનગરો સહિતના મુંબઈના વિવિધ વિ્સ્તારોમાં જન- જીવન પર વરસાદની પ્રતિકૂળ અસર પડી છે. માત્ર લોકલ ટ્રેનો જ નહિ, લાંબા અંતરની પ્રવાસ- સેવાઓવાળી ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે મુંબઈના અતિ મશહૂર ડબ્બાવાળાઓએ એમની ડબ્બા – વિતરણ સેવા બંધ રાખવાનું જાહેર કર્યું હતું. આ સિવાય મુંબઈના વિવિધ વ્યાપાર ક્ષેત્રોને પણ નુકસાની વેઠવી પડી  હતી. પાલધર, વસઈ જેવા નગરોમાં પાણી લોકના ઘરમાં ઘુસી ગયા હતા.મધ્ય, પૂર્વ અને દક્ષિણ મુંબઈમાં સતત વરસાદ છે. વરલી, દાદર, પરેલ અને લાલાબાગ જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જાય છે. નાલા સોપારામાં જયાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. વીજળી પુરવઠો ખોટકાઈ ગયો છે. રેલ્વેના ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડાલા, દાદર, અંધેરી અને સાંતાક્રુઝમાં પણ પાણી ભરાયા હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here