મુંબઈમાં કોરોનાથી સંક્રમિત લોકોની સારવારમાં ઘણી તકલીફોછે, મુંબઈની સરકારી હોસ્પિપટલોમાં સારવાર માટે  જગા નથી, … 

0
916

 

            મુંબઈમાં દિન- પ્રતિદિન કોરોનાથી સંક્રમિન કેસ વધતા જાય છે. લોકડાઉન હોવા છતાં દેશમાં હજી પરિસ્થિતિ કાબૂ બહાર છે. મુંબઈ જેવા મહાનગરમાં પણ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાટે જગા નથી. સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલો હાઉસફુલ છે. વળી અધૂરામાં પૂરું કોરોનાની સારવાર માટે અનિવાર્ય 

સાધનો અને દવાઓ પણ ઉપલબ્ધ થઈ રહી નથી. એ જ હાલત પ્રાયવેટ હોસ્પિટલની છે. બ્રીચ કેન્ડી, લીલાવતી , નાણાવટી હોસ્પિટલમાં પણ અત્યારે નવા દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. આવી મોંઘી  અને ખાનગી હોસ્પિટલોમાં પણ પેશન્ટને એડમિટ કરવામાં નથી આવતા. અચાનક ઈમરજન્સીમાં આવતા દરદીઓને પણ હોસ્પિટલમા દરવાજાથી પાછા કાઢવામાં આવી રહ્યા છે. 

            મુંબઈની હોસ્પિટલોમાં 3 દિવસનું વેઈટિંગ હોય છે.હાલમાં મંબઈમાં કોરોના સંક્રમણના  કુલ 9, 945  પોઝિટિવ કેસ છે. અગાઉ જયારે કોરોનાના સંક્રમણને દર્દી આવતો તો તેને બે-ચાર કલાકમાં હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવતો હતો. જેને બદલે હાલમાં પરિસ્થિત એવી બની ગઈ છેકે, પેશન્ટને 3- 4 દિવસ સુધી રાહ જોવી પડે છે. ત્યાર બાદપણ એને એડમિશન મળશે કે નહીં તે બાબતની કોઈ ખાત્રી આપવામાં આવતી નથી. હોસ્પિટલોના આઈસીયુ યુનિટ  ફુલ છે. આઈસીયુમાં દાખલ કરાયેલો દર્દી આશરે 8-10 દિવસ સુધી આઈસીયુમાં જ હોય છે. દર્દીને લઈ જવાને માટે એમ્બ્યુલન્સ જલ્દી આવતી નથી. કલાકો સુધી રાહ જોવી પડે છે. સરકારી હોસ્પિટલોમાં તો દરદીઓની હાલાકી વધતી જાય છે. મુંબઈમાં પરિસ્થિતિ સંતોષકારક નથી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here