મીઝોરમ ભારતનું સૌથી ખુશહાલ રાજ્યઃ 100 ટકા સાક્ષરતા મામલે બીજા ક્રમે

મીઝોરમઃ ગુરુગ્રામમાં આવેલી મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના સ્ટ્રેટજીના પ્રોફેસર રાજેશ કે. પિલાનીયાએ એક સ્ટડી કરી હતી. આ સ્ટડીમાં દ્વારા તેમણે મિઝોરમને ભારતનું સૌથી ખુશહાલ રાજ્ય ગણાવ્યું છે. અહેવાલ અનુસાર 100 ટકા સાક્ષરતા મામલે મિઝોરમ ભારતમાં બીજા ક્રમે છે. સૌથી ગંભીર સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને વિકાસની તકો પૂરી પાડવા મામલે તેનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. મિઝોરમનું હેપ્પીનેસ ઈન્ડેક્સ 6 માપદંડો પર આધારિત છે, જેમાં પારિવારિક સંબંધો, કામ સંબંધિત મુદ્દા, સામાજિક મુદ્દા અને પરોપકાર, ધર્મ, ખુશી પર કોરોનાની અસર તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામેલ છે. અહેવાલમાં મિઝોરમના આઈઝોલમાં એક સરકારી સ્કૂલના વિદ્યાર્થીનું ઉદાહરણ લેવાયું છે. અહીં એક પિતા જ્યારે તેના પરિવારને તરછોડી જાય છે. બાળકને તેને લઈને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જોકે તેમ છતાં તે તેના અભ્યાસને લઈને ભારે ઉત્સુક છે અને આશાવાદી છે. તે કહે છે કે હું સીએ બનવા માગુ છું. જો હું સીએ નહીં બની શકું તો પછી મારે સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરવી છે. એવી જ રીતે એક અન્ય ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાવાની ઈચ્છા ધરાવે છે. તેના પિતા એક દૂધની ફેક્ટરીમાં કામ કરે છે જ્યારે તેની માતા ઘરનું કામ કરે છે. આ બંને તેમની સ્કૂલની લીધે ખુશ જ આશાવાદી છે. તેઓ કહે છે કે અમારા શિક્ષકો અમારા બેસ્ટ ફ્રેન્ડ જેવા છે, અમે તેમની સાથે કંઈ પણ શેર કરતા ખચકાતા નથી. અહીં શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે નિયમિત રીતે મુલાકાત કરે છે અને માતા-પિતાની જેમ તેમની સમસ્યાઓને ઉકેલવામાં તેમની મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here