માર્ચ સુધીમાં યુરોપમાં કોરોનાને કારણે સાત લાખ મોત થતાં મરણાંક વીસ લાખે પહોંચશે

 

કોપન હેગન ઃ ૫૩ દેશો ધરાવતાં યુરોપમાં ૨૦૨૨ માર્ચ મહિના સુધીમાં કોરોનાનો કુલ મરણાંક સાત લાખે પહોંચી શકે છે તેવી આગાહી વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસે કરી છે. ડેનમાર્કના કોપનહેગન શહેરસ્થિત ષ્ણ્બ્ યુરોપના ડાયરેકટર ડો. કલુજે જણાવ્યું હતું કે ચેપ સામે રસીનું રક્ષણ ઘટી રહ્યું છે અને ૬૦ વર્ષ કરતાં વધારે વયના લોકોને બૂસ્ટર ડોઝ અગ્રતાના ધોરણે આપવાનું શરૂ કરવું જોઇએ. આજે યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની હાલત ગંભીર છે. આપણી સામે પડકારજનક શિયાળો આવી રહ્યો છે પણ આપણે આશા ન ગુમાવવી જોઇએ. ગયા સપ્તાહે કોરોના મહામારીમાં દૈનિક મરણાંક ૪૨૦૦ સુધી પહોંચી ગયો હતો. જે સપ્ટેમ્બરના અંતે નોંધાયેલા મરણાંક કરતાં બમણો હતો. યુરોપમાં કોરોનાનો કુલ મરણાંક પંદર લાખે પહોંચી ગયો છે જે માર્ચ મહિનામાં વધીને વીસ લાખે પહોંચી શકે છે.

યુરોપમાં કોરોના મહામારી વકરવાના ત્રણ પરિબળો છે. એક, ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ બે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા અને ત્રણ યુરોપમાં મોટી સંખ્યામાં લોકોએ હજી રસી લીધી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે ૫૩માંથી ૪૯ દેશોમાં આઇસીયુમાં જગ્યા મળવી મુશ્કેલ બનશે તો ૨૫ દેશોમાં હોસ્પિટલોમાં પણ બેડની તંગી સર્જાશે.  બીજી તરફ જર્મનીમાં કોરોનાના કેસો વધવાને પગલે જર્મન મિલિટરીએ સૈનિકો માટે કોરોનાની રસી ફરજિયાત કરવા વિચારણા શરૂ કરી છે. સંરક્ષણ મંત્રાલયે જર્મન મિલિટરી બ્લોગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે લશ્કરી અધિકારીઓ અને સૈનિકોના પ્રતિનિધિઓ વચ્ચે કોરોનાની રસી બાબતે સંમતિ સધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here