મહેબૂબા મુફતીના ચૂંટણી કાફલા પર પથ્થરમારો — કાર્યકરોના સમેંલનમાં હાજરી આપવા માટે જઈ રહેલાં જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન  મહેબૂબા મુફતી પર તોફાની તત્વોએ પથ્થર ફેંકયા..

0
888

 

Reuters

ઉપરોકત પથ્થરમારાની ઘટનામાં કોઈની જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. અનંતનાગના બિજબેહડા વિસ્તારમાં મહેબૂબા મુફ્તીના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં મહેબૂબા મુફતીને કશું જ નુકસાન થયું નથી. તેમના કાફલાની એક કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાબાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને તોફાનીઓને શોધવાની તપાસ હાથ ધરી હતી. અનંતનાગનું બિજબેહડા વિસ્તાર એ મહેબૂબા મુસ્તીનો ગૃહ વિસ્તાર છે. તેઓ અનંતનાગની લોકસભા બેઠક પરથી જ ચૂંટણી લડી રહ્યા છે. અનંતનાગની આ લોકસભા બેઠકને જમ્મુ- કાશ્મીરની અતિ સંવેદનશીલ બેઠક ગણવામાં આવે છે. ચૂંટણી  પંચે પણ અહીંની પરિસ્થિતિ અને સંવેદનશીલતા તેમજ સુરક્ષાના મુદા્ઓને લક્ષમાં રાખીને અહીં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કર્યું છે. જમ્મુ- – કાશ્મીરમાં સરહદ પર સતત થઈ રહેલી પાક. ત્રાસવાદીઓની ઘુસણખોરી અને એલઓસીનું ઉલ્લંઘન અને આતંકવાદીઓની કામગીરીને લીધે આજે જમ્મુ- કાશમીરમાં આતંકના ઓછાયા વરતાય છે. સ્થાનિક પ્રજા હજી તનાવ અને ચિંતામાં જીવે છે. અમન અને ચેનથી સરળ અને સાદગીભરી સ્વાભાવિ્ક જિંદગી જીવતા કાશ્મીરીઓનું સ્વર્ગ આતંકવાદીઓની દહોેશનને કારણે નરકથીય બદતર બનતું જાય છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here