મહારાષ્ટ્રના શહેરો દેશના વિકાસમાં કેન્દ્રો બનવા જઈ રહ્નાં છેઃ પ્રધાનમંત્રી

 

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ મુંબઈ રાજભવનમાં  જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના મહાનુભાવો હાજર રહ્ના હતા.

પ્રારંભમાં પ્રધાનમંત્રીઍ વટ પૂર્ણિમા અને કબીર જયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. મહારાષ્ટ્રઍ દેશને ઘણાં ક્ષેત્રોમાં પ્રેરણા આપી છે. સંત તુકારામ મહારાજથી લઈને બાબાસાહેબ આંબેડકર સુધીના સમાજ સુધારકોનો ખૂબ સમૃદ્ધ વારસો છે. મહારાષ્ટ્રમાંથી  સંત જ્ઞાનેશ્વર મહારાજ, સંત નામદેવ, સંત રામદાસ અને સંત ચોખામેળાઍ દેશમાં ઊર્જાનો સંચાર કર્યો છે. જો આપણે સ્વરાજ્યની વાત કરીઍ તો છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજનું જીવન આજે પણ દરેક ભારતીયમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરે છે. રાજભવનનાં સ્થાપત્યમાં પ્રાચીન મૂલ્યો અને સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિઓના સમાવેશની પણ નોંધ લીધી અને રાજભવનને લોકભવનમાં ફેરવવાની ભાવનાની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીઍ કહ્નાં કે જાણ્યે-અજાણ્યે આપણે ભારતની આઝાદીને અમુક ઘટનાઓ સુધી સીમિત કરીઍ છીઍ. જ્યારે, ભારતની આઝાદીમાં અસંખ્ય લોકોની ‘તપસ્યા’ સામેલ હતી અને સ્થાનિક સ્તરે અનેક ઘટનાઓની સામૂહિક અસર રાષ્ટ્રીય હતી. અર્થ અલગ હતા, પરંતુ સંકલ્પ ઍક જ હતો, ઍમ પ્રધાનમંત્રીઍ ઉમેર્યું હતું. સામાજિક, કૌટુંબિક અથવા વૈચારિક ભૂમિકાઓને ધ્યાનમાં લીધા વિના, આંદોલનનું સ્થાન, પછી ભલે તે દેશની અંદર હોય કે વિદેશમાં, લક્ષ્ય ઍક હતું, ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા. 

પ્રધાનમંત્રીઍ બાળ ગંગાધર તિલક, ચાપેકર બંધુઓ, વાસુદેવ બળવંત ફડક અને મેડમ ભીકાઈજી કામાનાં બહુમુખી યોગદાનને યાદ કર્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના વૈશ્વિક સ્તરનાં ઉદાહરણો તરીકે ગદર પાર્ટી, નેતાજીની આગેવાની હેઠળના આઝાદ હિંદ ફૌજ અને શ્યામજી કૃષ્ણ વર્માના ઈન્ડિયા હાઉસને ટાંક્યાં હતાં. ૅસ્થાનિકથી વૈશ્વિક સુધીની આ ભાવના આપણા આત્મનિર્ભર ભારત અભિયાનનો આધાર છે, ઍમ તેમણે કહ્નાં.

પ્રધાનમંત્રીઍ ટિપ્પણી પણ કરી હતી કે મુંબઈ સપનાનું શહેર છે, જો કે, મહારાષ્ટ્રમાં ઍવાં ઘણાં શહેરો છે, જે ૨૧મી સદીમાં દેશના વિકાસનાં કેન્દ્રો બનવા જઈ રહ્ના છે. આ વિચાર સાથે, ઍક તરફ, મુંબઈની માળખાકીય સુવિધાઓનું આધુનિકીકરણ થઈ રહ્નાં છે અને તે જ સમયે, અન્ય શહેરોમાં પણ આધુનિક સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્ના છે, ઍમ તેમણે ધ્યાન દોર્યું હતું.

જલ ભૂષણે ૧૮૮૫થી મહારાષ્ટ્રના રાજ્યપાલનું અધિકૃત નિવાસસ્થાન રહ્નાં છે. તેનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી, તેને તોડી પાડવામાં આવ્યું હતું અને તેની જગ્યાઍ નવી ઇમારતને મંજૂરી આપવામાં આવી હતી. નવી ઇમારતનો શિલાન્યાસ ઓગસ્ટ ૨૦૧૯માં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. નવી બનેલી ઈમારતમાં જૂની ઈમારતની તમામ વિશિષ્ટ વિશેષતાઓ સાચવવામાં આવી છે. 

૨૦૧૬માં મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવે રાજભવનમાં ઍક બંકર શોધી કાઢ્યું હતું. અગાઉ તેનો ઉપયોગ બ્રિટિશરો દ્વારા શસ્ત્રો અને દારૂગોળાના ગુપ્ત સંગ્રહ તરીકે કરવામાં આવતો હતો. ૨૦૧૯માં બંકરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના યોગદાનની સ્મૃતિમાં ગેલેરીને બંકરમાં તેનાં પ્રકારનાં સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવી છે. તે વાસુદેવ બળવંત ફડકે, ચાફેકર બંધુઓ, સાવરકર બંધુઓ, મેડમ ભીકાઈજી કામા, વી. બી. ગોગાટે, ૧૯૪૬માં નૌકા વિદ્રોહ વગેરેનાં યોગદાનને શ્રદ્ધાંજલિ આપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here