મહામારીમાં ભગવાન ગણાતા ડોકટરો પણ બની રહ્યા છે ભોગઃ ૨૪ કલાકમાં ૫૦ ડોકટરોનાં મોત

 

નવી દિલ્હીઃ નવી દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના ૨૬ વર્ષીય જુનિયર રેસિડેન્ટ ડોક્ટર અનસ મુજાહિદનું કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાના કલાકો પછી જ મોત નીપજ્યું હતું. દેશમાં કોરોના સંકટને કારણે માત્ર એક જ દિવસમાં ૫૦ ડોકટરોના મોતનો મામલો સામે આવ્યો છે. 

ભારતમાં આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં ૨૪૪ ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. વર્ષની શરૂઆતમાં, કોરોનાની પ્રથમ લહેરમાં, દેશમાં ૭૩૬ ડોકટરોનાં મોત નીપજ્યાં હતાં. હજી સુધી, કોરોનાને કારણે, દેશમાં ૧૦૦૦ ડોકટરો મૃત્યુ પામ્યા છે. 

મુજાહિદ કોરોનાના નાના લક્ષણો અનુભવી રહ્યો હતો. તેના ગળામાં બળતરા થતી હતી અને રેપિડ એન્ટિજન પરીક્ષણમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. થોડા કલાકો પછી જ તેનું અવસાન થયું. મુજાહિદને કોરોના રસી પણ મળી નહોતી. ડો. આમિર સોહેલે કહ્યું, તે મોટો આંચકો હતો. તેની અંદર કોરોનાનાં કોઈ ગંભીર લક્ષણો નહોતાં. તેના માતાપિતાએ એમ પણ જણાવ્યું છે કે તેને ક્યારેય આરોગ્યની કોઈ ગંભીર સમસ્યા નહોતી. આ કેવી રીતે બન્યું તે સમજવામાં અસમર્થ છીએ. 

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે કોરોના સંકટમાં ૨૪૪ ડોકટરોના મોત નીપજ્યાં છે.  આ જ રવિવારે એક જ દિવસમાં ૫૦ ડોકટરોનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. બિહારમાં સૌથી વધુ ૬૯ ડોક્ટરોના મોત થયા છે. આ પછી ઉત્તર પ્રદેશમાં ૩૪ અને દિલ્હીમાં ૨૭ ડોકટરોનાં મોત નીપજ્યાં છે. આમાંના ફક્ત ત્રણ ટકા ડોકટરો જ કોરોના રસીનો સંપૂર્ણ ડોઝ લીધો હતો. ભારતમાં રસીકરણની શરૂઆતને પાંચ મહિના વીતી ગયા છે અને હજી પણ દેશમાં ફક્ત ૬૬ ટકા આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે તેમના વતી ડોકટરોને રસી અપાવવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here