મહામારીના કારણે ઉત્સવમાં ઉત્સાહ જોવા ન મળ્યો, પરંતુ ભાવના સશક્ત છે: રાષ્ટ્રપતિ

 

નવી દિલ્હી: દેશમાં ૭૩મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના સંબોધનની શ‚આત દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને અભિનંદન આપતા કરી હતી. તેમને કહ્યું કે ગણતંત્ર દિવસ આપણને બધાંને એક સૂત્રમાં બાંધતા ભારતીયતાના ગૌરવનો ઉત્સવ છે. ‘ગણતંત્ર દિવસનો તે દિવસ તે મહાનાયકોને યાદ કરવાનો પ્રસંગ પણ છે જેઓએ સ્વરાજના સપનાંને સાકાર કરવા માટે અતુલનીય સાહસનો પરિચય આપ્યો અને તેના માટે દેશવાસીમાં સંઘર્ષ કરવાનો ઉત્સાહ જાગ્યો.’ ૨૩ જાન્યુઆરીએ દેશવાસીઓએ જયહિન્દનો ઉદ્ઘોષ કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જ્યંતિ પર તેમનું પુણ્ય સ્મરણ કર્યું. આપણે ઘણાં જ ભાગ્યશાળી છીએ કે આપણું બંધારણ બનાવનારી સભામાં સર્વશ્રેષ્ઠ વિભૂતિઓનું પ્રતિનિધિત્વ હતું. તે લોકો આપણાં મહાન સ્વાધીનતા સંગ્રામના પ્રમુખ ધ્વજ વાહક હતા. કરોડો દેશવાસીઓએ સ્વચ્છતા અભિયાનથી લઈને કોવિડ વેક્સિન અભિયાનને જન આંદોલનનું સ્વ‚પ આપ્યું. રાષ્ટ્રપતિ કોવિંદે આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને યાદ કર્યાં. તેમને કહ્યું, ૧૯૩૦માં મહાત્મા ગાંધીએ દેશવાસીઓને પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી માટે સમજાવ્યું હતું. યથાશક્તિ રચનાત્મક કાર્ય કરવા માટે ગાંધીજીનો આ ઉપદેશ સદૈવ પ્રાસંગિક રહેશે