મમતા બેનરજીનું હુંકાર ભરેલું નિવેદનઃ અમિત શાહ કંઈ ભગવાન નથી કે એમની સામે વિરોધના દેખાવો ના થઈ શકે.. પશ્ચિમ બંગાળમાં તૃણમલ કોગ્રેસના કાર્યકર્તાઓ બેફામ હિંસા અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા હોવા છતાં ચૂંટણી પંચ સમયસર યોગ્ય પગલાં ભરતું નથી..

0
1224

 

મમતા બેનરજી એમના ગુમાનમાં અને સત્તાના મદમાં એમના પદની ગરિમા ભૂલીને તોફાની તત્વને છાજે તેવી અસંસ્કારી ભાષામાં વારંવાર નિવેદને કરી રહ્યા છે. ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં પગપેસારો થવાથી ધુંધવાયેલાં મમતાાજી અહમથી વર્તી રહ્યા છે્. મંગળવારે અમિતશાહના રોડ- શોમાં હોબાળો થયા બાદ મમતાએ જે નિવેદન આપ્યું તેમાં ધમકીના સૂર છતાં થાય છે. મમતા બેનરજી કહે છેઃ અમિત શાહ કંઈ ભગવાન નથી,કે, , તેમની વિરુધ્ધ કોઈ દેખાવો કરી જન શકે..અમિત શાહની રોડ-શોની ઘટનાને પગલે પથ્થરબાજ, વાહનોને આગ ચાંપવાના કૃત્યો થયાં, પોલીસે તોફાનીઓને વિખેરવા લાઠીચાર્જ કરવો પડયો.

પણ મમતા બેનરજી ચોર કોટવાળ પર ગરજે એમ અમિતશાહનો તેમજ ભાજપના કાર્યકરોનો વાંક કાઢીને દોષનો ટોપલો એમના પર ઠાલવી રહયા છે. કોલકતા મહાવિદ્યાલયના પરિસરમાં મૂકાયેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા કોઈતોફાની તત્વોએ તોડી, એનો દોષ મમતાજી ભાજપ પર નાખી રહ્યા છે. ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છેકે, મમતા બેનરજીને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી- પ્રચાર કરતાં રોકવાં જોઈએ,  એમના ભડકાઉ ભાષણોને કારણે હિંસા ફેલાઈ રહી છે. કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ તેમજ મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાની હેઠળ ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને મળીને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here