મગજના ઓપરેશન દરમિયાન દરદીને જગાડીને વાયોલિન વગાડવા આપવામાં આવ્યું

 

લંડનઃ અહીંની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં એક મહિલાના મગજમાંથી ગાંઠ દૂર કરવાની શસ્ત્રક્રિયા ચાલી રહી હતી, આ છ કલાકની લાંબી સર્જરી દરમિયાન અધવચ્ચે આ મહિલાને ભાનમાં લાવીને તેને એક વાયોલિન આપવામાં આવ્યું હતું અને તેને વગાડવામાં કહેવામાં આવ્યું હતું. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે જેથી એ જોઈ શકાય કે આ મહિલાના મગજનો કેટલો ભાગ સક્રિય થયો છે.

ડેગ્માર ટર્નર નામની આ ૫૩ વર્ષીય મહિલા એક સંગીતકાર છે. તેને ૨૦૧૩માં એક સંગીત સમારંભ દરમિયાન જ ખેંચ આવ્યા બાદ તેનું નિદાન થયું હતું કે તેને મગજમાં ગાંઠ છે. આ ગાંઠ ધીમે ધીમે મોટી થઈ રહી હતી. રેડિયો થેરપી કરાવવા છતાં આ ગાંઠ વધતી રહી હતી અને આઠ સે.મી. જેટલી મોટી થઈ જતાં ઓપરેશન વડે આ ગાંઠ દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં ડેગ્મારને દાખલ કરવામાં આવી હતી. છ કલાકની સર્જરી દરમિયાન અધવચ્ચે તેને જગાડવામાં આવી હતી અને તેને એક વાયોલિન આપીને એ વગાડવાનું કહેવામાં આવ્યું હતું જેથી ડોક્ટરોને ખબર પડે કે ગાંઠની આજુબાજુનો મગજનો કેટલો ભાગ સક્રિય થયો છે જેથી એ ભાગને દૂર કરવામાં નહિ આવે. ઓપરેશન થિયેટરમાં ડેગ્મારની વાયોલિન વગાડતી હોય એવો તેનો અદ્ભુત વિડિયો બહાર આવ્યો છે. આ સફળ ઓપરેશનમાં તેના મગજની ગાંઠનો ૯૦ ટકા ભાગ દૂર કરવામાં આવ્યો છે. હાલ તેને રજા આપવામાં આવી છે અને તે પોતાના કુટુંબ સાથે ઘરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here