ભોપાળમાં ભારતીય જનતા પક્ષે આયોજિત કર્યો કાર્યકર્તા મહાકુંભ – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી …

0
846

મંગળવારે 25મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની રાજધાની ભોપાળસ્થિત જંબૂરી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે આયોજિત કાર્યકર્તા મહાકુંભ- સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભાજપને મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા મહાનાયકોની વિચારધારા સ્વીકાર્યછે, મંજૂર છે . કારણ કે ભાજપ  સમન્વયમાં વિશ્વાસ ધરાવે છે. ભાજપના કાર્યકર્તા હોવું એ ગર્વ અને પુણ્યની વાત છે. ભાજપ માનવતાના માર્ગ પર ચાલનારો રાજકીય પક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત વાતે ભાજપની મહાકુંભ- મહારેલી પ્રસંગે કહી હતી. આ પ્રસંગે મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, પક્ષના અધ્યક્ષ તો અમિત શાહ જેવી વ્યક્તિ જ હોવી જોઈએ. પોતાનું વકતવ્ય આપવા દરમિયાન મોદીએ સદગત નેતા આદરણીય અટલબિહારી વાજપેયીજીને પણ યાદ કર્યા હતા.

  તેમણે પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે,  પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જીવન , તેમના વિચારો આપણા સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશને વિભાજિત કરવાનું કામ કર્યું છે. મધ્યપ્રદેશના રાજય તરીકેના અધિ્કારો સાથે કોંગ્રેસે  ચેડાં કર્યા છે. આપણે મધ્યપ્રદેશને કોંગ્રેસના કાવતરાઓથી બચાવીને સુરક્ષિત રાખવું પડશે. કોંગ્રેસે દેશની જનતામાં અસત્ય અને જાતિવાદનું ઝેર ફેલાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here