ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને હાઈકોર્ટે મોકલી નોટિસ – હિંદુઓની લાગણી દુભાવવાનો આરોપ

0
851
Reuters

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજીને દિલ્હી હાીકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમણે પોતાના પુસ્તક ટર્બ્યુલેન્ટ ઈયર્સ- 1980- 1996માં હિંદુઓની લાગણી દુબવતું લખાણ પ્રગટ કર્યું હોવાના આરોપસર દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમના પુસ્તકમાં કેટલાક અંશો એવા છેકે જેનાથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે એવા નિવેદન સાથે અરજી વડી અદાલતમાં દાખલ કરાઈ હતી. અરજદારોએ એવી માગણી કરી હતી કે એ વિવાદાસ્પદ અંશોને પુસ્તકમાંથી તરત રદ કરવા જોઈએ. એ મામલાના સંદર્ભમાં દિલ્હીની હાઈકોર્ટે પ્રણવ મુકરજી અને પુસ્તકના પ્રકાશક રૂપા પબ્લિકેશનને જવાબદર્શક નોટિસ પાઠવી હતી. આ માટે 30 જુલાઈ સુધીની મહે્તલ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ અગાઉ નીચલી અદાલતમાંઅરજી કરાી હતી, પણ એનો અસ્વીકાર થતાં અરજદારોએ દિલ્હી હાઈકોર્ટમાં એ રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here